________________
કામ કર્યું. તેઓ હંમેશાં કાર્યક્રમોમાં સાથે જતા. મહત્ત્વનાં જૈન કેન્દ્રોનાં ઉદ્દઘાટનો કે વાર્ષિક ઉત્સવોમાં પણ સાથે હાજરી આપતા. તેમણે આ પ્રકારે અમૅરિકા અને કેનેડામાં ઘણા કાર્યક્રમોમાં હાજરી આપી.
સિદ્ધાચલમમાં જૈન એકતા વિશે ગોષ્ઠિ
આ ગુરુઓના દીર્ધદષ્ટિપૂર્ણ નેતૃત્વને કારણે જ “જૈના'ની સ્થાપના જ નહીં પણ વિકાસ પણ ખૂબ થયો. ૨૦૧૯ સુધીમાં જૈનાના ૭૦ કેન્દ્રો બની ચૂક્યાં હતાં. જે એક લાખ વીસ હજાર જેટલા જૈનોનું પ્રતિનિધિત્વ કરતાં હતાં. અને તેમના થકી યુ.એસ. અને કૅનૈડામાં ૫૦ કરતાં વધુ દેરાસરો બંધાઈ ચૂક્યાં હતાં. બે ગુરુઓના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ જૈન દેરાસરો ખરેખર અમૅરિકા માટે એક અનોખી ઘટના બની રહ્યાં હતાં. કારણ કે આ તમામ દેરાસરોમાં શ્વેતાબંર, દિગમ્બર અને સ્થાનકવાસી બધા જ પંથના જૈનો એક જ છત હેઠળ ભેગા થતા. જ્યારે ભારતમાં આવું થવું લગભગ અશક્ય હતું, કારણ કે સંપ્રદાયોમાં ભેદભાવ અને કડવાશ રહેતાં. જૈન એકતાનું આ સ્વરૂપ તો હજી આજે પણ ભારતમાં ખડું નથી થયું.
જૈનોની આ એકતાનો પૂરેપૂરો શ્રેય આ બે ગુરુઓના દૃષ્ટિકોણને જ જાય છે. આ બે ગુરુઓની સહદષ્ટિ ભારતના અને અન્ય દેશોના જૈનો માટે એક ઝળહળતું ઉદાહરણ છે. કામ પ્રત્યેની તેમની કટિબદ્ધતા જ તેમને માટે અગત્યની રહી, પછી
- ૧૩૩ –
ચિત્રભાનુજી