________________
૧૯૮૧માં જે.એમ.આઈ.સી.ની લીઝને રિન્યુ કરવાનો સમય થયો હતો. તે સમયે તેના માલિકોએ સંસ્થાને જણાવ્યું કે નવી લીઝ મુજબ તેમનું ભાડું અત્યાર કરતાં ત્રણ ગણું થશે. આટલાં બધાં ભાડાંનો બોજ ઉપરાંત સંસ્થાના પરિસરનો વહીવટ અને સાચવણી ગુરુદેવ માટે બહુ મોટી જવાબદારી બની જાય તેવું હતું. ગુરુદેવ તો માત્ર શીખવવા માગતા હતા. કોઈ મિલકતનો વહીવટ કરવા નહોતા માગતા અને ન તો તેમને તેમના અનુયાયીઓ અંગેના કોઈ વિખવાદમાં વચેટિયા તરીકે કામ કરવું હતું. એવો નિર્ણય લેવાયો કે આ જૂનું સંસ્થાનું પરિસર છોડી દેવાશે તથા તમામ પ્રવૃત્તિઓ હવે અલગ અલગ સ્થળે જુદા જુદા દિવસે જરૂરિયાત પ્રમાણે યોજવામાં આવશે.
ગુરુદેવ અને તેમના પરિવારે પણ ભારત પાછા ફરવાનો નિર્ણય કરી લીધો હતો. રાજીવ અને દર્શનની વય માત્ર દસ અને નવ વર્ષ જ હતી. તેમને મુંબઈની સ્કૂલમાં ઍડમિશન અપાવાયું. તેમને માટે આ બદલાવ ખાસ કરીને ભાષાને કારણે અને બદલાયેલી સંસ્કૃતિને કારણે અઘરો હતો. પણ પ્રમોદાબહેન જાણતાં હતાં કે ભારતીય સંસ્કૃતિના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને સંતાનોને ઉછે૨વાનું મૂલ્ય શું હોય. તેમણે પોતાના પુત્રો માટે પિતા અને માતા બંનેની જવાબદારી ઉપાડી લીધી. સમય જતાં બંને પુત્રો કૉલેજ પણ ગયા અને મુંબઈમાં તેમણે કામ પણ શોધ્યું. ચિત્રભાનુજીએ પોતાની કામગીરી ચાલુ રાખી. તે મેથી ઑક્ટોબરનો સમય અમૅરિકામાં ગાળતા તથા નવૅમ્બરથી એપ્રિલ સુધીના છ મહિના ભારતમાં પસાર કરતા. પ્રમોદાબહેન અને તેમના પુત્રો પણ અવારનવાર જ્યારે પણ શક્ય હોય ત્યારે ન્યુ યૉર્કની મુલાકાતે જતાં.
જ્યારે ચિત્રભાનુજી લાંબા સમય માટે મુંબઈ હોય ત્યારે તેમને દર અઠવાડિયે કોઈ ને કોઈ સંસ્થામાં વક્તવ્ય આપવાનું આમંત્રણ મળતું. મુંબઈની વૅજિટેરિયન સોસાયટી સહિત રોટરી ક્લબના વિવિધ ચૅપ્ટર્સ તથા જૈન સોશિયલ ગ્રુપ્સથી માંડીને જૈન અને બિનજૈન સંસ્થાઓ તેમને બોલાવતી. તેઓ અવારનવાર અમદાવાદ અને વડોદરા જઈ વિવિધ જૈન જૂથને વક્તવ્ય આપતા. તેમણે અન્ય ધર્મના ગુરુઓ સાથે પણ તેમના કાર્યક્રમોમાં હાજરી આપી, તેમની સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો.
ગુરુદેવે તેમના વિદ્યાર્થીઓ સાથે જે જોડાણ કેળવ્યું હતું તે વિશેષ હતું. ૮૦ના દાયકામાં જે.એમ.આઈ.સી.માં ગુરુદેવ જે પત્રવ્યવહાર કરતા તેનો આંકડો ૧૨૦૦થી પણ વધુ હતો. જે.એમ.આઈ.સી.ના ઘણા વિદ્યાર્થીઓ હવે ન્યુ યૉર્કથી નોકરી અથવા તો ઉચ્ચ અભ્યાસ ખાતર અન્ય શહેરોમાં વસવા ચાલ્યા ગયાં હતાં. ગુરુદેવ ન્યુ યૉર્કમાં હોય કે મુંબઈમાં તેમના શિષ્યો હંમેશાં તેમના સંપર્કમાં રહેવા માગતાં હતાં. તેઓ પોતાની જિંદગીમાં કયા તબક્કે પહોંચ્યા છે, તેમણે શું સિદ્ધિઓ મેળવી છે તે અંગે તે ગુરુજીને પત્રમાં જણાવતા હતા. આ પત્રના જવાબમાં ગુરુજીએ એક ખૂબ સરસ આદત
યુગપુરુષ
૧૩૮ -