________________
સ્તરે પહોંચાડવો જેવા નિર્ણયોમાં ફેડરેશનનું માર્ગદર્શન મળે. બંને આધ્યાત્મિક ગુરુઓના આશીર્વાદ અને અન્ય જૈન ગુરુઓના સલાહ સૂચન મુજબ જે.સી.એસ. સી.એ ત્રણ દિવસનું રાષ્ટ્રીય કન્વેન્શન યોજયું. આ કન્વેન્શન મે, ૧૯૮૧માં લૉસ ઍન્જલિસ ખાતે યોજાયું હતું. તેમાં ભાગ લેવા માટે ચિત્રભાનુજી અને સુશીલ કુમારજી ઉપરાંત યુ.એસ. અને કેનૈડાના વિવિધ ૧૫ જૈન કેન્દ્રના અગ્રણીઓને આમંત્રણ અપાયું. વિદ્વાનોમાં યુ.સી. બર્કલીના પ્રોફેસર પદ્મનાભ જૈની તથા યુનિવર્સિટી ઑફ હવાઈના પ્રોફેસર જગદીશ પ્રસાદ શર્મા તથા બીજા ઘણા જૈન સેન્ટરના રાષ્ટ્રીય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. કન્વેન્શન ટી.આર.ડબ્લ્યુ.ના વિશાળ અને આધુનિક હૉલમાં યોજવામાં આવ્યું હતું. જેનો કોઈ પણ ખર્ચ લેવામાં નહોતો આવ્યો. કન્વેન્શનમાં બંને આધ્યાત્મિક ગુરુઓ, શિક્ષણવિદ તથા જૈન સમુદાયના અગ્રણીઓએ વાત કરી જેને પગલે ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન્સ ઈન નોર્થ અમેરિકા એટલે કે “જૈન”ની રચનાને સંમતિ મળી.
આ કન્વેન્શનમાં થયેલાં હકારાત્મક પરિવર્તનોની અસર વર્ષો સુધી અમેરિકા અને કૅનૈડાના જૈનોની એકજૂટતામાં, સંગઠનમાં વર્તાતી રહી. બે વર્ષ પછી આવું એક બીજું સંમેલન ન્યુ યૉર્કમાં જૈન સેન્ટર ઑફ અમેરિકા દ્વારા જૈનાના બંધારણને માન્યતા આપવા માટે યોજાયું. તે સમયે અમૅરિકામાં જે પણ જૈન સંસ્થાનો હતાં તેના અગ્રણીઓ માટે આ આખોય કાર્યક્રમ ખૂબ અર્થસભર બની રહ્યો. મોડી રાત સુધી ચર્ચાઓ થતી તથા ચિત્રભાનુજી તથા મુનિ સુશીલ કુમારજી સાથેની વાતચીતો બાદ આખરે વૈશ્વિક સંમતિને આધારે જૈનાનું બંધારણ તૈયાર થયું. બંને બાહોશ, કાબેલ અને નિઃસ્વાર્થ ગુરુઓની પ્રેરણા અને નેતૃત્વને કારણે જ જૈનોનું આ બંધારણ થઈ શક્યું હતું.
૧૯૮૩ના વર્ષમાં જ સુશીલ કુમારજીએ ન્યુ જર્સીના પોકોનોસમાં ૧૨૦ એકરનો આશ્રમ સિદ્ધાચલમ શરૂ કર્યો. આ પ્રસંગે ફરી એક વાર સુશીલ કુમારજીએ પોતાની સાહજિક લવચીકતા ધરાવતા સ્વભાવની મોકળાશનો પરિચય આપ્યો. તેઓ પોતે
સ્થાનકવાસી મુનિ હોવાથી મંદિરો બાંધવામાં નહોતા માનતા છતાં પણ તેમણે સિદ્ધાચલમમાં ઉત્તર અમૅરિકાના બધા જ જૈનોને ધ્યાનમાં રાખીને ભવ્ય દેરાસર બંધાવ્યું. તેઓ ઇચ્છતા હતા કે અમેરિકાનું આ સિદ્ધાચલમ જૈન તીર્થસ્થાન બની રહે.
સુશીલ કુમારજીનાં સપનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે આખોય જૈન સમુદાય એક થઈને આગળ આવ્યો. અને આજે સિદ્ધાચલમ માત્ર ઉત્તર અમૅરિકામાં જ નહીં પણ આખા વિશ્વમાંથી અમૅરિકા જનારા જૈનો માટે એક તીર્થસ્થાન બની ચૂક્યું છે. ચિત્રભાનુજી અને સુશીલ કુમારજી અમૅરિકાના જૈન સમુદાયના ઘણાય અનુયાયીઓ માટે બે સૌથી આદરણીય ગુરુ તરીકે ઓળખાવા માંડ્યા. આ બંને ગુરુઓએ સાથે ખૂબ
યુગપુરુષ
- ૧૩૨ -