________________
સમયની રેત ઘડિયાળ
દિવસના અંતે રોજ આ મનન કરો... આપણે રોજ કેટલા કલાકો ખાવા અને ઊંઘવામાં પસાર કરીએ છીએ? રોજની દોડધામ અને કામકાજમાં અને અન્ય કાર્યોમાં તથા રમતગમતમાં? તેની સરખામણીએ કેટલા કલાક પ્રેરણાદાયી વિચારો કરવામાં, ઉન્નત કાર્ય કરવામાં તથા સચેત આત્મવિશ્લેષણ
કરવામાં પસાર થાય છે?
– ચિત્રભાનુજી
પ્રકરણ ૧૫ઃ
જૈન ગુરુ અને વિશ્વ
૯૭૦ના દાયકાના મધ્યમાં જૈન મેડિટેશન સેન્ટર અનેક પ્રવૃત્તિઓથી ધમધમતું
એક અગત્યનું સ્થળ બની ચૂક્યું હતું. પહેલાં તો સપ્તાહના દિવસોમાં સાંજના ઇ કાર્યક્રમો, પછી ધ્યાન અને ત્યાર બાદ ચિત્રભાનુજી સાથેની વાતચીતો યોજાતી. શનિ-રવિ દરમિયાન વિશેષ કાર્યક્રમો યોજાતા. ઘણી વાર આ કાર્યક્રમો મેરીલેન્ડના ટેમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડિગમાં અથવા તો ફિલાડેલ્ફિયાના એક પરામાં આવેલા અમૃત દેસાઈના એક યોગાશ્રમમાં યોજાતા. ચિત્રભાનુજી અને તેમના વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક દરેક અલગ અલગ સંસ્થાઓમાં આવકાર મળતો. આ સંસ્થાઓમાં તેમની સાથે એવો વ્યવહાર કરાતો જાણે ખૂબ નિકટના મિત્ર સાથે ઉમળકાભેર વ્યવહાર થતો હોય. જે.એમ.આઈ.સી. દ્વારા પણ આ જ લાગણીનો પડઘો પડાતો.
સેન્ટર દ્વારા ધ્યાન, ફિલોસોફી, સમાંતર ધર્મ, શાકાહારી વાનગીઓ તથા પોષણ વગેરેના વર્ગોમાં સાકલ્યવાદી અભિગમ અપનાવાયો હતો. સેન્ટરના પ્રકાશન વિભાગ દ્વારા ન્યુઝ લેટર બહાર પાડવામાં આવતું જેમાં જૈન જીવન અંગેના લેખો પ્રકાશિત થતા અને તેમાં ચિત્રભાનુજીના વક્તવ્યના અંશ પણ રજૂ થતા. આ સંસ્થા સાથે પુસ્તકોની સમાલોચના તથા અંગત વાતચીતના પ્રસંગો પણ યોજાતા. સેન્ટરની શરૂઆત અમેરિકન વિદ્યાર્થીઓ સાથે થઈ હતી. પરંતુ ધીરે ધીરે ન્યુ યૉર્કના જૈનો પણ આ સ્થળ વિશે જાણવા માંડ્યા અને ત્યાં નિયમિતપણે આવીને વિવિધ પ્રવૃત્તિમાં ભાગ લેવાની તેમણે શરૂઆત કરી. કોઈ પણ વર્ગ ન યોજાતા હોય તો પણ વિદ્યાર્થીઓ સેન્ટરમાં
- ૧૩૫ -
ચિત્રભાનુજી