________________
પહોંચ્યા. પછી ચિત્રભાનુજીએ તેમની અન્ય ધર્મ ગુરુઓ સાથે ઓળખાણ કરાવી તથા બંને ગુરુઓએ પોતાની જાતને જૈન ધર્મની એકતાને માટે સમર્પિત કરી દીધી.
ન્યુ યૉર્કમાં મુનિશ્રી સુશીલકુમારજી, યોગી ભજન, સ્વામી ચિદાનંદજી સાથે
તેઓ બંનેએ સાથે મળીને અદ્ભુત કામગીરી પાર પાડી. ૧૯૯૧ની સાલમાં આ બંને આધ્યાત્મિક ગુરુઓ તથા અન્ય જૈન અગ્રણીઓનો જૈન સૈન્ટર ઑફ સધર્ન કૅલિફોર્નિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો. તેમની આગળ એક પ્રસ્તાવ મુકાયો જેમાં યુ.એસ. અને કૅનૈડાના જૈનોને એક કરવાની વાત હતી. થોડા મહિનાઓની ચર્ચાઓ પછી ચિત્રભાનુજી અને મુનિ સુશીલ કુમારજીના સક્ષમ માર્ગદર્શન હેઠળ એક બિનસાંપ્રદાયિક “જૈના” સંસ્થાની રચના થઈ. જેના અંતર્ગત બીજાં બધાં જ જૈન કેન્દ્રો અને જૈન સંસ્થાનોની પરિકલ્પના કરાઈ.
જેમ કે ચિત્રભાનુજીનું જે.એમ.આઈ.સી. હતું, તેમ જૈન સેન્ટર ઓફ સધન કૈલીફોર્નીઆના અગ્રણીઓએ ફેડરેશન ઑફ જૈન એસોસિયેશન્સની રચના કરવાના એક મોટા વિચારની ચર્ચા કરી. સ્થાનિક કેન્દ્રો જે-તે સ્થળે વ્યક્તિગત રીતે કામ પાર પાડશે એ પણ તેમને અન્ય મોટા મુદ્દાઓ જેમ કે વિવિધ સ્થળોએ પાઠશાળાઓ ખડી કરવી અથવા તો જૈન ધર્મનો એક સમાન સંદેશો લોકો સુધી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય
- ૧૩૧ -
ચિત્રભાનુજી