________________
ભીતરની તપાસ તમે બહાર કોની ભાળ મેળવશો? ભીતર પગલું ભરો. અંતરમનને જુઓ. તમે જેને પાપી ભૂતાવળ કહીને વખોડો છો તે તમારા જ ચૈતન્યનો હિસ્સો
બનીને તમારી ભીતર બેઠી છે.
તમે જેને પરોપકારી આત્મા તરીકે પૂજો છો તે પણ તમારી અંદર જ છે, બસ
ક્યારેક તે નિદ્રાધીન હોય છે.
પ્રેમ અને સારપની ઊર્જાઓને તેમની સુષુપ્તાવસ્થામાંથી ઉજાગર કરો.
– ચિત્રભાનુજી
પ્રકરણ ૧૪: એક અને એક અગિયાર પણ થઈ શકે
યૉર્કમાં ચિત્રભાનુજીની પ્રવૃત્તિની વાત અને પ્રભાવ દૂર દિલ્હી સુધી પથરાઈ રહ્યાં હતાં. પંજાબથી મુનિ શ્રી સુશીલ કુમારજીએ ચિત્રભાનુજી સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો અને અમૅરિકામાં તેમની કામગીરીનાં વખાણ
કર્યા. તેઓ એ હકીકતથી ખૂબ આશ્ચર્ય પામ્યા હતા કે પશ્ચિમના લોકોને મહાવીરના અહિંસાના સંદેશમાં આટલો બધો રસ હતો, તથા અમૅરિકામાં વસતા જૈનો પણ આધ્યાત્મિકતા માટે આટલા તરસ્યા હતા.
મુનિ શ્રી સુશીલ કુમારજી એક જૈન સાધુ હતા. જેમના ઉત્તર ભારતમાં ખૂબ અનુયાયીઓ હતા. તેઓ એક પ્રભાવી જૈન મુનિ હતા, જેમણે ૧૫ વર્ષની ઉંમરે સ્થાનકવાસી પરંપરાથી દીક્ષા લીધી હતી. તેઓ વર્લ્ડ ફેલોશિપ ઑફ રિલિજિયન્સના સ્થાપક હતા, જેની સ્થાપના ૧૯૫૦માં થઈ હતી. આ એક એવી સંસ્થા હતી જે વિશ્વ શાંતિના સંદેશને પ્રોત્સાહન આપતી, તેનો પ્રચાર-પ્રસાર કરતી અને આ માટે તે અગ્રણી નૈતિક અને આધ્યાત્મિક નેતાઓની સાથે ગઠબંધન કરતી. મુનિ શ્રી સુશીલ કુમારજી વર્લ્ડ કૉન્ફરન્સ ફોર રિલિજિયન્સ ફોર પીસના પણ માનદ પ્રમુખ હતા. ૧૯૭૦થી તેમણે દર વર્ષે ત્રિ-દિવસીય કાર્યક્રમ વર્લ્ડ ફેલોશિપ ઑફ રિલિજિયન્સનું
- ૧૨૯ -
ચિત્રભાનુજી