________________
કે કારણ આપે તેનાથી દૂર રહીને આપણે આપણી જાતને એક જ મૂળભૂત પ્રશ્ન પૂછવો રહ્યો કે એવાં ક્યાં કાર્યો કર્યા જે આપણને સુખ અને શાંતિ આપે?
ઘણી વાર આપણે માનસિક ઇચ્છાઓ, લાલચ, આકર્ષણો અને અણગમાથી અંધ થઈ જઈએ છીએ. ધ્યાનમાં આ પડદો ઊઠી જાય છે અને એકદમ નાજુક તાજી લાગણીઓ અને વિચારો પેદા થાય છે, જે વાસ્તવિક મન ચૂકી જાય છે. આ બિલકુલ તાજી લાગણીઓ આંતરિક સ્થિરતા મેળવી ચૂકેલી વ્યક્તિ માટે જાણે પ્રવાહી બની જાય છે. જ્યારે આપણી લાગણીઓ આપણા દષ્ટિકોણ પર પરત નથી જમાવતી, જ્યારે આપણા ગમા અને અણગમા વિવિધ તરંગો પેદા નથી કરતાં ત્યારે આપણને ધ્યાન અનંતની પૂર્ણ ઝલક મેળવવા મદદ કરે છે. માત્ર માનવ જીવન જ આ ઝલક મેળવવા માટે સક્ષમ છે. માત્ર માણસ જાત જ પૂછી શકે છે કે હું કોણ છું. બીજા બધા જ પ્રકારના જીવો ઇચ્છાઓને આધીન જીવન જીવે છે. ઘણી વાર અનંતની આ ઝલક કોઈ જાહેરાત વગર કોઈ ચમત્કૃતિની જેમ આપણી સામે આવે છે. પણ આપણે આવી વાસ્તવિકતા પરની ક્ષણોને ભૂલી જઈએ છીએ, કારણ કે આપણે આપણી જાતને અપૂર્ણ ઇચ્છાઓના ગુલામ બનાવી દઈએ છીએ. જે આપણા દૃષ્ટિકોણ ઉપર કોઈ વાદળની માફક છવાઈ જતી હોય છે. પરંતુ જો આપણે આવી એકાદ ક્ષણિક ઝાંખીને પકડી રાખીએ તો એમ બને કે ભૌતિક દુનિયા અને આપણા પોતાનાં શરીર પ્રત્યેની આપણી જાગૃતિ આપમેળે જ નાબૂદ થવા માંડે. આપણી ઇન્દ્રિયોની અનિવાર્યતાઓ દૂર થવા માંડે. અને આપણને સમજાય એવો ખ્યાલ આવે કે આપણી આ દુન્યવી જાત સિવાય પણ આપણામાં ઘણું બધું છે.
' મેડિટેશન એ જાદુઈ પાસવર્ડ છે જે અનંતતાના દરવાજા ખોલી શકે છે. આ મૂલ્યવાન અનુભવોમાં બધા જ ભય જાણે રાખમાં ફેરવાઈ જાય છે. આ સ્થિતિમાં મૃત્યુનો ભય કોઈ માનસિક આભાસ જ લાગવા માંડે છે. જ્યારે આપણે બધા ડરથી દૂર થઈ જઈએ ત્યારે આપણને પરમાનંદની અનુભૂતિ થાય છે. પરમાનંદ જેમાં આપણે દૈવી તરંગો જે હાલમાં બ્રહ્માંડમાં છે તેની સાથે ઐક્ય અનુભવીએ છીએ. આપણે
જ્યારે ધ્યાન ધરીને વિજય મેળવીએ ત્યારે આપણે બધાં જ બંધનો તોડી દઈને અનંતમાં આગળ વધીએ છીએ. પરમાનંદનો ખરો આનંદ એ નીડરતા છે. તમે વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય બની જાઓ છો. સ્વ અને તુજનાં બધાં જ બંધનો, બધી મર્યાદાઓ તૂટી જાય છે. તમે કેન્દ્રમાં છો અને તમે જ સ્વનું સુકાન પણ છો. તમે હવે કોઈ ધાર પર નથી, તમે હાંસિયામાં નથી, તમે એ ચકડોળ ને મૂકી દો છો.
પરમાનંદની આ સ્થિતિ મેળવવા માટે વ્યક્તિએ પોતાના પ્રયત્નો અંગે કોઈ પણ શંકા ન રાખવી જોઈએ. પોતાના અભિગમ અંગે તેને કોઈ પણ પ્રશ્ન ન હોવો
- ૧ ૨૭ -
ચિત્રભાનુજી