________________
જોઈએ. પૂરી એકાગ્રતા સાથે આપણે આપણી જાતને કહેવું રહ્યું કે આપણે કેન્દ્રમાં પહોંચીશું જ. આપણે ચાર પગલાં અનુસરીને આ કરી શકીએ છીએ. એક આપણી નિમ્ન જાતને જીતવી, ધ્યાન દરમિયાન આપણી ઉચ્ચ જાતની ઝલક મેળવવી, વૈશ્વિક બનવું અને દરેક જીવો માટે આદર કેળવવો.
આ લાગણીઓ આપણી જિંદગી દરમિયાન પ્રતિબિંબિત થવી જોઈએ. આપણી અણિશુદ્ધ ભાવનાઓ અન્યની જિંદગીઓને સ્પર્શવી જોઈએ અને તેની પાછળ તેમને બદલી નાખવાનો નહીં પણ તેમની સાથે કંઈક સારું વહેંચવાનો આશય હોવો જોઈએ. સૌથી પહેલાં આપણને આપણો પોતાનો અનુભવ પરમાનંદ થવો જોઈએ અને પછી જ તે આનંદ આપમેળે અન્યોને આકર્ષશે. ત્યાં સુધી આપણે આપણા અંદરના શત્રુઓને જોતા રહેવા જોઈએ અને આકર્ષણ અને અણગમાના અંતિમ સ્તંભના કેન્દ્રમાં આવવું જોઈએ. જેમ આપણે વિકાસ કરીશું તેમ આપણો પરમાનંદ બહારની તરફ પ્રકાશમય થશે.
ચિત્રભાનુજીએ તેમના વિદ્યાર્થીઓને કહ્યું કે આ સેન્ટરને તમારું પોતાનું જ ગણજો. તેને તમારી જાત માટેનું જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેજો . તેના દરવાજા હંમેશાં ખુલ્લા રહેશે. હું તમારી સાથે કામ કરીશ, પ્રાર્થના કરીશ અને તમારી સાથે ધ્યાન પણ ધરીશ.
યુગપુરુષ
યુગપુરુષ
- ૧૨૮ -
- ૧ ૨૮ -