________________
આયોજન કરવાની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં વિશ્વના ખૂબ સન્માનનીય ધાર્મિક વડા, શાંતિવાદીઓ, વિદ્વાનો અને ફિલસૂફ આખા વિશ્વમાંથી હાજરી આપવા આવતા. તેમની સાથે ભારતના પણ અગ્રણીઓ તેમાં દર વર્ષે હાજર રહેતા. આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સહિત સંપૂર્ણ સહકાર આચાર્ય શ્રી સુશીલ કુમારજી આપતા. ૧૯૭૪નું સાલ મહાવીર સ્વામીનું ૨૫૦૦મું નિવણ વર્ષ હતું. આખાય ભારતમાં આ પ્રસંગે અનેક રાષ્ટ્રીય કાર્યક્રમો થવાના હતા. મુનિ સુશીલ કુમારજી ઇચ્છતા હતા કે તેઓ આ વર્ષે દિલ્હીના પ્રખ્યાત રામલીલા મેદાનમાં પાંચમી વર્લ્ડ રિલિજિયન્સ કૉન્ફરન્સ યોજીને મહાવીર જયંતીની ઉજવણી કરે. આ પ્રસંગે વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ પણ પરિષદમાં પોતે વક્તવ્ય આપવા સંમતિ આપી હતી. મુનિ સુશીલા કુમારજીએ ચિત્રભાનુજીને પરિષદના વાઈસ પ્રેસિડન્ટ તરીકે નીમ્યા તથા તેમને ત્યાં હાજર રહીને પરિષદને સંબોધવા પણ કહ્યું.
ચિત્રભાનુજીએ આ આમંત્રણ સ્વીકારી લીધું તથા તેમના ઘણા બધા અમેરિકન શિષ્યોની સાથે પરિષદમાં હાજરી આપી. તેમના આ અમૅરિકન શિષ્યો ભારતના ૧૯ દિવસના પ્રવાસ પર હતા. તેમનો આ પ્રવાસ એક તીર્થયાત્રા સમાન હતો. જેમાં તેઓ ગુજરાત તથા રાજસ્થાનનાં વિવિધ દેરાસરોની મુલાકાતે જવાનાં હતાં. ત્યાર બાદ અજંતા ઈલોરાની ગુફા, પાલીતાણા, માઉન્ટ આબુ, રાણકપુર અને આગ્રા પણ જવાના હતા. ચિત્રભાનુજીના અમેરિકન શિષ્યોએ જ્યારે મંચ પર જઈને નવકાર મંત્રનું શુદ્ધ ઉચ્ચારણ કર્યું ત્યારે તે જોઈને પરિષદમાં આવેલા ઘણા બધા મહેમાનો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. સુશીલ કુમારજી પણ ખૂબ પ્રભાવિત થયા હતા અને તેમણે ચિત્રભાનુજીને પૂછ્યું કે તેઓ અમેરિકા આવીને મહાવીરનો સંદેશો વધુ લોકો સુધી પહોંચાડવા માટે તેમની મદદ કરવા આવી શકે ખરા?
તેમણે ચિત્રભાનુજીને સૂચન કર્યું કે જો તેઓ બંને સાથે કામ કરશે તો હાલમાં ચિત્રભાનુજી જેટલું કામ કરી રહ્યા છે તેના કરતાં બમણું કામ કરી શકશે. આ સૂચનથી ચિત્રભાનુજીને ખૂબ આનંદ થયો. તેમણે પોતાનો હકારાત્મક અને આશાવાદી અભિગમ જાળવતાં આ આખા વિચારને આવકારી લીધો. તેમણે કહ્યું કે તમે અને હું મળીને એક અને એક બે નહીં પણ એક અને એક અગિયાર થઈશું. તેમણે આચાર્ય સુશીલ કુમારજીના આ સૂચનને ખૂબ જ ઉત્સાહથી પ્રતિભાવ આપ્યો.
ચિત્રભાનુજીએ મુનિ સુશીલ કુમારજી જ્યારે પણ અમેરિકા આવે ત્યારે તેમને પૂરી મદદ કરવાની ખાતરી આપી તથા જૈન ધર્મ માટે અમેરિકામાં તેઓ સાથે કામ કરશે તેનું પણ વચન આપ્યું. ગુરુદેવ તથા અન્ય જૈન કેન્દ્રો તરફથી મળેલા સ્પોન્સર લેટરને પગલે મુનિ સુશીલ કુમારજી ૧૯૭૫ની સાલમાં અમેરિકા પહોંચ્યા. ન્યુ યૉર્ક
યુગપુરુષ
- ૧૩૦ -