________________
અમેરિકા છોડી દઈને કૅરૅડા ચાલ્યા જવાનું નક્કી કર્યું હતું, જેથી તેમને સૈન્યમાં ફરજિયાતપણે ન જવું પડે. જ્યારે ડૉક્ટર ધીરજ શાહને તેમના શહે૨ ક્લીવલૅન્ડમાં આર્મી રિક્રૂટિંગ સેન્ટરમાં જઈને રિપોર્ટ કરવાનો હુકમ મળ્યો ત્યારે તેમણે મિલિટરીના આ આદેશની સામે દલીલ કરવાનું, પોતાની રીતે લડત આપાવનું નક્કી કર્યું. ધીરજ શાહ જૈન હતા તથા ડૉક્ટર હતા. એટલે તે તો પોતાની જાતને એવી કોઈ સ્થિતિમાં કલ્પી ન શકતા કે તેઓ કોઈ પ્રાણીની પણ હત્યા કરે. એટલે આ સંજોગોમાં માણસની હત્યા કરવાનો તો કોઈ પ્રશ્ન જ ખડો નહોતો થતો. ડો. ધીરજ શાહ સિલેક્ટિવ સર્વિસના સ્થાનિક મુખ્ય કેન્દ્રમાં પોતે ગયા અને તેમનું સ્ટેટસ વન એથી વન ઓ કરવા માટે વિનંતી કરી. વન ઓ એટલે કે કૉન્શિયંસસ ઑબ્જેક્ટર સ્ટેટસ. એક એવું સ્ટેટસ જેમાં તેમને યુદ્ધ સંબંધિત કોઈ પણ ફરજ ન અપાય. તેમણે આ કામ માટે કોઈ વકીલ સાથે નહોતો રાખ્યો. તેમની સુનાવણીનું આયોજન કરાયું હતું. સુનાવણી સમયે ન્યાયાધીશે ધીરજ શાહને પૂછ્યું કે કયાં ધારાધોરણો હેઠળ તેમને વન ઓ સ્ટેટસ મળવું જોઈએ. ધીરજ શાહે દલીલ કરી કે હું જૈન છું, હું અહિંસામાં માનું છું. હું જિંદગી બચાવવામાં મદદ કરી શકું છું, પણ યુદ્ધમાં ભાગ નહીં લઉં. કોર્ટે પૂછ્યું કે જૈન શું છે? અમે તો તેના વિશે ક્યારેય નથી સાંભળ્યું. આ તબક્કે ડો. ધીરજ શાહે ગુરુદેવ ચિત્રભાનુજીનાં લખાણો કોર્ટમાં જમા કરાવ્યાં. સૈન્યના ન્યાયાધીશને આ વાતમાં રસ પડ્યો. તેમણે આ પુસ્તકો અને લખાણો વાંચવા માટે થોડા દિવસનો સમય લીધો. સદનસીબે એ પુસ્તકો અંગ્રેજીમાં હતાં અને જજ એક યોગ્ય અને સ્વીકારી શકાય તેવો નિર્ણય લઈ શક્યા. કોર્ટે ડૉ. ધીરજ શાહની દલીલ સમજી અને જાહેર કર્યું કે કોઈ પણ જૈનને હવેથી તેની ઇચ્છા વિરુદ્ધ સૈન્યમાં કોઈ પણ પ્રકારની ફરજ પર નહીં મૂકી શકાય. ૧૯૭૩માં યુ.એસ.માં ડ્રાફ્ટ સિસ્ટમનો અંત આવ્યો, પણ કોર્ટે જાહેર કરેલો આ ચુકાદો આજે પણ યુ.એસ.ની મિલિટરી રેકોર્ડનો હિસ્સો છે.
આમ ભારતની બહાર પગ મૂકતાં પહેલાં જ ચિત્રભાનુજીનો સંદેશ યુરોપ, આફ્રિકા અને અમેરિકામાં પહોંચી ગયો હતો અને ઘણાની જિંદગી પર ઘણી બધી રીતે પરિવર્તન પણ લાવી ચૂક્યો હતો.
મૅનહૅટનમાં સ્થપાયેલ જૈન ઈન્ટરનેશનલ મૅડિટેશન સૅન્ટર એક બીજું સીમાચિહ્ન હતું. ચિત્રભાનુજીના ઘણા બધા વિદ્યાર્થીઓએ તેમનાં વક્તવ્યો અને શાકાહારી ભોજન સમારંભો પોતાનાં ઘરે યોજ્યાં હતાં. જેથી કરીને તેઓ ગુરુજી અને પ્રમોદાજીને પોતાના મિત્રો સાથે મેળવી શકે. હવે ગુરુજીના શિષ્યોને એક સંસ્થા ખડી કરવાની હતી જે જૈન મૂલ્યોની વાત કરે તથા પોતાના ગુરુ સાથે અન્ય લોકો પણ ભણી શકે તેવી સવલત
યુગપુરુષ
- ૧૨૦ -