________________
આપે. તેમણે તેમાંના આ નવા પ્રોજેક્ટને ‘ન્યુ લાઈફ નાઉ'નું નામ આપ્યું.
જોકે ૧૯૭૪ના ઉનાળાના દિવસો સુધી ગુરુદેવ જે સ્થળે પોતાની આકરી મહેનતની કમાણીથી ભાડું ભરતા હતા તે ગુરુજીના સતત વધી રહેલા શ્રોતાજનોને માટે પૂરતી ન હતી. તેઓ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર અહીં વક્તવ્ય આપતા. નવી જગ્યાની શોધ કરાઈ. ૧૨૦ ઈસ્ટ ૮૬ સ્ટ્રીટમાં એક સ્થળ શોધાયું, જે પહેલાં એક નર્સરી સ્કૂલ હતી. જે હવે ધ્યાન કેન્દ્ર માટે એક આદર્શ સ્થળ સાબિત થયું. નવી જરૂરિયાત પ્રમાણે એ ઈમારતમાં બદલાવ કરવામાં આવ્યા. એક વર્ષમાં તો જૈન મેડિટેશન ઈન્ટરનેશનલ સૅન્ટરની કાર્યવાહી શરૂ થઈ ગઈ. જે.એમ.આઈ.સી. અથવા તો ‘ધી સૅન્ટર’. આ રીતે એ તમામ લોકો માટે અગત્યનું સ્થળ બની ગયું, જે આંતરિક શાંતિ અને કાયમી આનંદ ખોજી રહ્યા હતા. સમયાંતરે જે.એમ.આઈ.સી.માં વિવિધ પ્રવૃત્તિઓ પણ થવા માંડી અને જૈનો પણ આવતા થયા. સૅન્ટરના એક સભ્ય ભદ્રી લોઢાયાએ પંદર ઇંચની એક મહાવીર સ્વામીની આરસની પ્રતિમા જે.એમ.આઈ.સી.માં મૂકી.
આમ ચિત્રભાનુજીએ અમેરિકામાં જૈન પ્રાર્થનાનું સૌથી પહેલું સ્થળ શરૂ કર્યું. તેમણે અનેક વાર પોતાના આ મિશનને વીરચંદ ગાંધીની કામગીરી સાથે સરખાવ્યું. તેઓ કહેતા કે વીરચંદે અમેરિકામાં જૈન ધર્મની પતાકા લહેરાવી હતી. પણ જે લોકો વીરચંદના પગલાને અનુસરવા માંગતા હતા તેમને માટે વીરચંદ કોઈ એક આશ્રમ કે સંસ્થા નહોતા સ્થાપી શક્યા. જે.એમ.આઈ.સી.ના દરવાજા ભારતથી આવનારા નવા જૈન સંશોધનકર્તાઓ અને વિદ્વાનો માટે પણ ખુલ્લા હતા. થોડા જ સમયમાં બીજા મહાન જૈન ધર્મગુરુ આચાર્ય શ્રી સુશીલ મુનિજી ચિત્રભાનુજીના સંગાથમાં જોડાવા ત્યાં આવી પહોંચ્યા. તે તો જાણે ઉત્તર અમૅરિકાના જૈનો માટે આશીર્વાદ સમાન જ હતા.
ગુરુદેવે એક વાર કહ્યું કે અમેરિકા એક યૌવનયુક્ત ભૂમિ છે. જેમાં ખૂબ બધી યુવાન ઊર્જા છે. અમેરિકામાં કોઈ પણ વિચારો-શરતો કે કોઈ લાંબા ઇતિહાસનો બોજ નથી. આ ઊર્જાને કારણે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના ક્ષેત્રે ઘણો બધો વિકાસ થયો છે. ઘણો બધો ફાળો મળ્યો છે. જેની હું ખૂબ પ્રશંસા કરું છું. પણ યોગ્ય દિશાનાં માર્ગદર્શનને અભાવે આ દેશ પોતાનો જ વિનાશ નોતરશે. જિંદગી પ્રત્યેના આદરભાવના પ્રકાશ વચ્ચે આભાસી ન હોય તેવું શિક્ષણ આ દેશ માટે આવશ્યક છે.
અમેરિકા આવ્યા પછી ચિત્રભાનુજીએ ધર્મ અને ધ્યાન ઉપર જે પણ પુસ્તકો લખ્યાં તથા તેમનાં વક્તવ્યોની જે વિડિયો ટેપ અને સીડી બની તે ધીરે ધીરે ખૂબ જ પ્રચલિત થઈ ગઈ હતી. લોકોને ખબર પડી ગઈ હતી કે એક એવો માણસ છે જેની
- ૧૨૧ -
-
ચિત્રભાનુજી