________________
પહેલાંનાં સાધુ જીવનના તમામ અનુભવોનો નિચોડ હશે. તેમના આંતરસૂઝવાળાં લખાણો તથા તેમની હાલની મનની મોકળાશ, નવી મુસાફરીઓ તથા દષ્ટિકોણ પણ તેમની આ આધ્યાત્મિક સમજમાં આવરી લેવાવાની હતી. ગુરુજી એ દઢતાપૂર્વક માનતા હતા કે જીવન પ્રત્યેનો સાંપ્રદાયિક અભિગમ પાર કરી શકાય છે. તે માનતા હતા કે પૂર્વ અને પશ્ચિમ બંને એક થઈ શકે છે અને માણસ આધ્યાત્મિક ઉજાગરતાના ઉચ્ચ સ્તરે રહીને પણ હાલમાં અહીં રોજિંદી જિંદગી પણ જીવી શકે છે.
જૈન મૅડિટેશન ઈન્ટરનૅશનલ સેન્ટરના ઉદઘાટન પ્રસંગે
જૈન મૅડિટેશન ઈન્ટરનૅશનલ ઍન્ટરના ઉદઘાટન પ્રસંગે ન્યુ યૉર્કમાં ચિત્રભાનુજીએ જૈન શબ્દની વ્યુત્પતી અંગે ચર્ચા કરી. જૈન શબ્દ સાચા અર્થમાં તો કોઈ પણ ધર્મ કે માન્યતાનું પ્રતીક નથી. તે એક જીવન જીવવાની ફિલૉસોફી છે. મૂળ તે શબ્દ ક્રિયાપદ
જી” જેનો અર્થ છે વિજય મેળવવો તેમાંથી ઉત્પન્ન થયો છે. જીના શબ્દનો અર્થ થાય છે વિજય મેળવનાર, પરંતુ આ કોઈ બાહ્ય વિજયની વાત નથી. જૈન એક એવી વ્યક્તિ છે જે હંમેશ માટે પોતાના આંતરિક શત્રુઓને જીતવાનો અઘરો પથ પકડે છે અને તેની પર જ ચાલે છે. જૈનને બહારની દુનિયામાં કોઈ પણ શત્રુઓ નથી દેખાતા. તે
યુગપુરુષ
૧ ૨૪ -