________________
અવરોધો અને માર્ગ
ક્રોધની આગને ઓલવવા સમભાવની શાતા શોધવી.
મગરૂરીના પથ્થરોને તોડવા, વિનમ્રતાની મદદ લેવી. આભાસોનાં છેતરામણાં અંધારાંને વિખેરવા નિષ્ઠાવાન બની જવું અને સ૨ળતાનું અજવાળું વાપરવું.
લાલચની ખાડીને પાર ઉતરવા સંતુષ્ટિનો અભ્યાસ કરવો.
પ્રકરણ ૧૩:
ધ્યાન માટે નિમંત્રણ
– ચિત્રભાનુજી
ચિ
ત્રભાનુજીએ સાધુ જીવન ત્યજી દઈને ગૃહસ્થ જીવન શરૂ કર્યું હતું તથા હવે તે વૈશ્વિક નાગરિક બની ચૂક્યા હતા, છતાં પણ તેઓ સમયની માંગ પ્રમાણેની દુન્યવી કે ભૌતિક પ્રકારની ચિંતાઓથી ક્યારેય નિરાશ ન થતા કે અકળાઈ ન જતા. તેમને હંમેશાં એ બાબતની જાણ રહેતી કે તેમની ઘણી મોટી જવાબદારીઓ હતી. તેમનાં દૃષ્ટિકોણ મુજબ જે.એમ.એમ.આઈ.સી. તેમનો પાયો હતો. અને આખી દુનિયા જાણે તેમની જવાબદારી હતી. સાધુ જીવન ત્યજી દીધા પછી પણ આત્મખોજનો તથા પોતાને ઓળખવાની શોધનો તેમનો સંદેશ, જેની તેમણે આગામી ૩૦ વર્ષો સુધી વાત કરી હતી તે વધુ ને વધુ મજબૂત બની રહ્યો હતો. તેમને લાગતું હતું કે હવે તે દુનિયા સાથે આ સંદેશ વહેંચવા માટે તૈયાર છે. તેમનાં પ્રવચનો, તેમનાં લખાણો અને તેમના મૌનના તબક્કાઓ દરમિયાન તેમના અંગત માર્ગદર્શન થકી તેમણે નિર્ણય લીધો હતો કે તેઓ તેમના વિદ્યાર્થીઓને ઉજાગર કરશે. પછી ભલે તેઓ પોતાની આધ્યાત્મિક જિંદગીના કોઈ પણ તબક્કામાં હોય, તેઓ પોતાના વિદ્યાર્થીઓને તેમની આગવી દૈવી ઊર્જા શોધવામાં મદદ કરશે.
તેમનું આ માર્ગદર્શન તેમના પોતાના જ અનુભવોની અભિવ્યક્તિ બનવાનું હતું. આધ્યાત્મિક અભ્યાસની ઊંડાઈઓમાંથી કાઢેલાં આ રત્નો હતાં. તેમાં તેમનાં
ચિત્રભાનુજી
- ૧૨૩ -