________________
બારીઓ ખોલીને તાજી હવા આવવા દીધી હતી તેવું જ ચિત્રભાનુજીએ પણ કર્યું છે. ચિત્રભાનુજી કોઈ એવી વ્યક્તિ નથી જે અનુયાયીઓને જૈન ધર્મ અપનાવવા કહે કે જૈન ધર્મમાં પરિવર્તન કરવા કહે. ચિત્રભાનુજી અનુયાયીઓને શરીરથી, મનથી અને આત્માથી એટલા મજબૂત બનવા કહે છે કે તેઓ પોતાની આધ્યાત્મિક મુસાફરીનું સુકાન સંભાળી શકે. તેઓ પોતાના અનુયાયીઓને પોતાની ઊર્જા આત્મસૂઝ માટે તથા અહિંસા થકી તમામને થતા લાભ અને દરેક જીવ માટે આદર ઉત્પન્ન કરવા તથા આદરથી વિચારવા માટે સૂચન આપે છે. મારે લોકોને તેમની ફરજ કે ધર્મના સિદ્ધાંતો નથી શીખવવા. તે કહેતા કે મારે તો લોકોને તેમનાં હૃદયથી ઉચ્ચ સ્તરે લઈ જવાં છે.
ખરેખર તો ચિત્રભાનુજીએ અમૅરિકામાં પગ મૂક્યો તે પહેલાં જ તેમના એક ભક્ત, એક પ્રશંસક ડૉ. ધીરજ શાહ થકી પોતાની હાજરી તે દેશમાં જાણે ખડી કરી હતી. ૭૦ના દાયકામાં અર્મેરિકા વિયેટનામમાં થયેલાં કપરા મિલિટરી ઓપરેશન્સમાં જાણે ખરાબ રીતે ફસાઈ ચૂક્યું હતું. યુ.એસ. મિલિટરી કમાન્ડન્ટ વધારે ને વધારે ટુકડીઓ મંગાવી રહ્યા હતા. મિલિટરીની મર્યાદા પૂરી થઈ ચૂકી હતી અને યુ.એસ. એ. સિલેક્ટિવ સર્વિસ સિસ્ટમ માટે અરજી કરી હતી. આ પહેલાં વિશ્વ યુદ્ધની એક ભેટ હતી જે ૧૯૧૭થી લડાઈમાં અમલમાં મુકાઈ હતી. આ સિલેક્ટિવ સર્વિસ સિસ્ટમ અનુસાર મોટા ભાગના અમેરિકન નાગરીકો, ખાસ કરીને પુરુષો તથા સ્થળાંતર કરીને આવેલા પુરુષો જેમની ઉંમર ૧૮થી ૨૫ વર્ષની હોય તેમણે પોતાની અઢારમી વર્ષગાંઠના ૩૦ દિવસની અંદર અંદર જ આર્મીમાં નામ નોંધાવવાનું રહેતું. આ નિયમ અનુસાર જો કોઈ મૅડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિને નોંધણી કરાવવાની હોય તો તે માટે તેની વયમર્યાદા ૩૫ વર્ષ હતી. ૧૯૭૯ની ૨૬મી નવેમ્બરના રોજ મૅસિડન્ટ નીક્સને મિલિટરી સિલેક્ટિવ સર્વિસના એક એવા કરારનામા પર મંજૂરી આપી હતી જે ધારા થકી લોટરીને આધારે મિલિટરીમાં કોણે જોડાવું તે નક્કી થતું. ૧૯૭૧માં મિલિટરી સિલેક્ટિવ સર્વિસ એક્ટ (સિલેક્ટિવ સર્વિસ એક્ટ ૧૯૪૮)માં સુધારો કરાયો અને મિલિટરીમાં નોંધણી ફરજિયાત કરવામાં આવી. જેનો અર્થ હતો કે વિયેટનામમાં યુદ્ધક્ષેત્રે ફરજ બજાવવાનો વખતઃ કોઈનો પણ આવી શકે.
૧૯૭૦માં ઓહાયો ક્લિવલૅન્ડમાં ત્યારે જ તાજેતરમાં ભારતથી સ્થળાંતર કરીને આવેલા ડો. ધીરજ શાહને મિલિટરીમાં જોડાવવા માટે ડ્રાફ્ટ નોટિસ મળી. તેમને વન એ સ્ટેટસ આપવામાં આવ્યું હતું તેનો અર્થ હતો કે તેમને ગમે ત્યારે સૈન્યમાં હાજરી આપવાનો કોલ મળી શકે છે. તેમની પાસે આ આમંત્રણ સ્વીકારીને વિયેટનામમાં સૈન્યમાં સેવા આપવાનો વિકલ્પ હતો અથવા તો દેશ છોડી દેવો. ઘણા યુવકોએ
ચિત્રભાનુજી
–
- ૧૧૯ -