________________
શાળાઓ, કૉલેજો અને ઈસ્ટ કોસ્ટના વિવિધ ચર્ચોમાં ચાલતી રહી. સ્વામી રંગનાથઆનંદ અને સ્વામી ચિન્મયાનંદની સાથે મુનિ શ્રી ગુરુદેવે ગ્રીનીચ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓને ૧૫મી ઑક્ટોબરે વક્તવ્ય આપ્યું. તે દિવસે સાંજે ગ્રીનીચના એક રેડિયો એનાઉન્સર મીસીસ બૅટી કાર્પે ચિત્રભાનુજીનો ઇન્ટરવ્યુ કર્યો. તેમણે ચિત્રભાનુજીને જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો, કર્મના સિદ્ધાંત અને પુનર્જન્મ અંગે ઘણા બધા સવાલ કર્યા.
હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં વિવિધ ધર્મના વડાઓ સાથે
૧૯મી ઑક્ટોબરના દિવસે ચિત્રભાનુજીએ ‘જૈન ટ્રાન્સફરમેશન ઈન થોટ્સ એન્ડ એક્શન’ના વિષય પર પ્રિન્સ્ટન થિયોલોજિકલ સેમીનરીમાં વક્તવ્ય આપ્યું. બીજા દિવસે તેમણે અને સ્વામી રંગનાથઆનંદે સૅરા લૉરેન્સ કૉલેજમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. ૨૪મી ઑક્ટોબરે ચિત્રભાનુજીએ ન્યુ યૉર્કમાં યુનિવર્સલિસ્ટ યુનિટેરિયન ચર્ચમાં વક્તવ્ય આપ્યું. આવનારાં વર્ષોમાં તેઓ આ ઉદારમતવાદી સંસ્થા થકી ઘણા બધા વક્તવ્યો આપવાના હતા.
❖❖❖
ટેમ્પલ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ માટેની આ વક્તવ્યથી ભરપૂર સફર પૂરી કરીને ચિત્રભાનુજી શિકાગો ગયા. પ્રમોદાજી એક દિવસ પહેલાં જ ત્યાં ભારતથી આવી
યુગપુરુષ
૧૧૬ -