________________
ગવર્નર સાર્જન્ટ શ્રાઇવર દ્વારા મુનિશ્રીનું બહુમાન
બૉસ્ટન ગ્લોબના એક પત્રકારે પરિષદના પહેલા દિવસ બાદ લખ્યું :
“આજના દિવસના સૌથી લોકપ્રિય વક્તા ભારતના જૈન ધર્મના યુવા મુનિ હતા. મુનિશ્રી ચિત્રભાનુજીએ તેમના શ્રોતાઓને કહ્યું કે તેમણે ઈશ્વર પર નહીં પણ પોતાની જાત પર આધાર રાખવો જોઈએ. તેમણે કહ્યું કે આખી દુનિયામાં થનારી બધી જ પ્રાર્થનાઓ પણ વિયેટનામના યુદ્ધને નહીં રોકી શકે, પરંતુ પ્રેસિડન્ટ નિક્સન માત્ર એક શબ્દથી જ તે અટકાવી શકશે. તમે માણસની શક્તિ જુઓ, માણસ જ બ્રહ્માંડની ઊર્જાનો માલિક છે. માણસ ધારે તે કરી શકે છે. અને તે થયેલું બદલી પણ શકે છે. જો માણસ આ હકીકતનો સામનો નહીં કરે તો આપણે હંમેશાં એકબીજાનો સમય જ વેડફતા રહીશું. માણસ હવે એટલો બધો શક્તિશાળી થઈ ચૂક્યો છે કે તે જ વિશ્વ પર નિયંત્રણ રાખે છે. અમે જૈનો માણસ જાતને સંપૂર્ણ પરફેક્ટ બનાવવાના પ્રયાસમાં છીએ.”
કૉન્ફરન્સના છેલ્લા દિવસે પ્રતિનિધિઓને બસમાં બેસાડીને બૉસ્ટનના પ્રવાસે લઈ જવાયા. આ પ્રવાસનો છેલ્લો મુકામ સ્ટેટ હાઉસ હતો. જ્યાં ગવર્નર ફ્રાન્સીસ ડબ્લ્યુ. સાર્જન્ટે તે સૌનું અભિવાદન કર્યું. આ અનઔપચારિક કૉન્ફરન્સીસ વિવિધ
ચિત્રભાનુજી
૧૧૫ -