________________
ચિત્રભાનુજી, એલિઝાબેથ કટેલ સાથે
એલિઝાબેથ કટેલ, ગુરુદેવ ચિત્રભાનુજી તથા પ્રમોદાજીની આજીવન મિત્ર બની રહી અને તેણે મેનહટનમાં તેમને પોતાના ઘરમાં રહેવાનું આમંત્રણ આપ્યું. એલિઝાબેથ કટેલ રિલિજિયસ સોસાયટી ઑફ ફ્રેન્ડસનાં સભ્ય હતાં. એટલે કે તે ક્વેકર તરીકે ઓળખાતાં. આ એક એવો ધર્મ છે જે ઇંગ્લેન્ડમાં ૧૬મી સદીના મધ્ય ભાગમાં થયેલા ધાર્મિક ઊહાપોહના સમય દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો. અને આજે પણ તે | વિવિધ રીતે વિશ્વના જુદા જુદા ખૂણે અનુસરાય છે. તેમણે ગુરુદેવ ચિત્રભાનુજીની
ઓળખાણ ક્વેકર્સ સાથે કરાવી જેમણે ૧૯૭૪ની સાલમાં ન્યુ યૉર્ક ઈથાકામાં ફ્રેન્સ જનરલ કૉન્ફરન્સના ઉદઘાટન નિમિત્તે તેમને આમંત્રણ આપ્યું. એલિઝાબેથે બાદમાં જૈન માસ્ટર ચિત્રભાનુજી સ્પીક્સ ટુ વન વર્લ્ડ” નામે એક પુસ્તક પણ લખ્યું.
હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં યોજાયેલ ત્રીજી ધાર્મિક પરિષદ ખરા અર્થમાં આંતરધર્મિય પરિષદ હતી. જેમાં આખા વિશ્વના અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓએ નવા યુગમાં ધર્મ અંગે ચર્ચા કરી હતી. આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે મુનિ ચિત્રભાનુજી અને સ્વામી રંગનાથઆનંદ સાથે સ્વામી ચિન્મયાનંદ અને ફાધર મેસન પણ આવી પહોંચ્યા હતા. આ કૉન્ફરન્સમાં શિખ, કનફ્યુશિયસ, તાઓ, બૌદ્ધ, ખ્રિસ્તી એમ અલગ અલગ ધર્મના પ્રતિનિધિઓ હતાં. આ ઉપરાંત ઘણા બધા આફ્રિકન દેશોના ધર્મગુરુઓ, મિડલ ઈસ્ટના ધર્મગુરુઓ અને અમેરિકાના ધર્મગુરુઓ પણ હાજર હતા. મેસેપ્યુસેટ્સના ગવર્નર સાર્જન્ટ શ્રાઇવર આ પરિષદના મુખ્ય અતિથિ હતા. વિવિધ અખબારોએ અને મિડિયા હાઉસે આ પરિષદનો વિસ્તારપૂર્વક અહેવાલ આપ્યો.
યુગપુરુષ
- ૧૧૪ -