________________
કરેલી આ વ્યક્તિને જોઈ. એવી વ્યક્તિ કે જે પોતે જ શાંતિનું સ્વરૂપ હોય તેવી લાગતી હતી અને આખાએ સ્થળથી ક્યાંક બહારની હોય તેવી પણ જણાતી હતી.
તે સ્ત્રીને વિચાર આવ્યો, ‘આ પુરુષ, આ માણસ કોણ હશે ?'
તેણે તેમની પાસે જઈને પૂછ્યું કે તેમને મદદની જરૂર છે કે નહીં. તે સ્ત્રીને એ જાણીને ખૂબ નવાઈ લાગી કે તે વ્યક્તિએ ક્યારે પણ ટેલિફોન બૂથનો ઉપયોગ નહોતો કર્યો. અને અત્યારે ફોન કરવા માટે તેની પાસે કોઈ જ પ્રકારનું નાણું ન હતું. તે સ્ત્રીએ મુનિશ્રીને પૂછ્યું કે તેમની પાસેનું ભારતીય નાણું જો એ તેને આપે તો તેને વિદેશી નાણાંમાં ફેરવી આપી શકશે જેથી તે ફોન કરી શકશે. પરંતુ ચિત્રભાનુજીએ તેને જણાવ્યું કે પોતે જૈન સાધુ છે અને માટે તેમની પાસે કોઈ જ પ્રકારના રોકડા નથી.
તે યુવા સ્ત્રી આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં પણ આ વ્યક્તિએ જે રીતે પોતાનું આચરણ અને વ્યવહાર સ્વસ્થ રાખ્યાં હતાં, શાંત રાખ્યાં હતાં તે જોઈને તે ખૂબ પ્રભાવિત થઈ. તે સ્ત્રીને એ જાણવાની ઉત્સુકતા હતી કે મુનિશ્રી ત્યાં કયાં કારણોસર આવ્યા હતા. ચિત્રભાનુજીએ તેને ટૂંકમાં બધું જ સમજાવ્યું તે સ્ત્રી માની ન શકી કે એક એવી વ્યક્તિ કે જેને હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં ત્રીજી આધ્યાત્મિક પરિષદમાં વક્તવ્ય આપવાનું હતું, એક એવી વ્યક્તિ જેનામાં આટલું બધું આધ્યાત્મિક તેજ હતું તેની પાસે ફોન કરવા પૂરતા પણ પૈસા ન હતા. વળી, ચિત્રભાનુજીને જરાય ખ્યાલ ન હતો કે તેમને ક્યાં જવાનું હતું. તે સ્ત્રીએ જાતે કેટલાક ફોન કૉલ્સ કર્યા, પોતાના પૈસા વાપરીને, અને આખરે જૈન સોસાયટી ઑફ ન્યુ યૉર્કના પ્રમુખ ડૉ.શેઠી તથા પ્રવીણ કોરડિયાને શોધી કાઢ્યા. આ એ વ્યક્તિઓ હતી જે ચિત્રભાનુજીને ત્યાં લેવા માટે આવી પહોંચી. ઍરપૉર્ટ છોડતાં પહેલાં તે સ્ત્રીએ ચિત્રભાનુજીના કાર્યક્રમની બધી જ વિગતો નોંધી લીધી. તેણે ચિત્રભાનુજીને ખાતરી આપી કે તે તેમના કાર્યક્રમમાં હાજરી આપવા અચૂક બૉસ્ટન આવશે. ત્યાર પછી તે સ્ત્રીએ હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં થયેલું તેમનું પ્રવચન અને ત્યાર બાદ ન્યુ યૉર્કમાં થયેલાં તેમના અન્ય પ્રવચનમાં પણ હાજરી આપી.
તે અઠવાડિયા દરમિયાન ચિત્રભાનુજીએ કૉન્સ્યુલેટ ઑફ ઇન્ડિયામાં ભારતના યુ.એન. ઍમ્બેસેડર સ્વ. શ્રી ઍન.પી. જૈન દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં વક્તવ્ય આપ્યું. આ ઉપરાંત તેમણે મૅનહૅટનમાં આવેલ યોગ સૅન્ટરમાં તથા વૉશિંગ્ટન ડી.સી.માં આવેલ લોયેલા કૉલેજમાં પણ વક્તવ્યો આપ્યાં. ઍરપૉર્ટ પર તેમને આ રીતે મળેલી તે મહિલા અમૅરિકામાં ચિત્રભાનુજીની સૌથી પહેલી ભક્ત અનુયાયી બની. ચિત્રભાનુજી માટે આ એક નવી શરૂઆત હતી.
યુગપુરુષ
- ૧૧૨ -