________________
આકાંક્ષા
આકાંક્ષા જ્યારે રાગ અને દ્વેષનાં બંધનોમાંથી મુક્ત થાય છે ત્યારે તે માનવીય આત્માની સૌથી ઉમદા ઇચ્છાને અપનાવીને આપણને પ્રગતિના અને આત્મોન્નતિના
ઉચ્ચ માર્ગે લઈ જઈ શકે છે.
-ચિત્રભાનુજી
પ્રકરણ ૧૨: અમેરિકામાં આગમન
ત્રભાનુજી ભારત પાછા ફર્યા ત્યાં તો તેમને માટે હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલમાં થનારી ત્રીજી આધ્યાત્મિક પરિષદમાં વક્તવ્ય આપવાનું આમંત્રણ વાટ
જોતું બેઠું હતું. તેમની પસંદગી મુખ્ય વક્તા - કી-નોટ સ્પીકર તરીકે થઈ હતી. હાર્વર્ડ ડિવિનિટી સ્કૂલના ડિનનું અંગત નિમંત્રણ તથા અમેરિકા જવા માટે | વિમાનની ટિકિટ તેમની સંમતિની રાહ જોઈ રહ્યાં હતાં. થોડા દિવસ મુંબઈમાં આરામ કર્યા પછી ચિત્રભાનુજી ફરી એક વાર ન્યુ યૉર્કની ફ્લાઈટમાં બેઠા.
૧૧મી સપ્ટેમ્બર, ૧૯૭૧ના દિવસે તેઓ જે.એફ. કેનેડી એરપોર્ટ પર પહોંચ્યા, પરંતુ ચિત્રભાનુજીએ ત્યાં પોતાની જાતને સાવ એકલોઅટૂલી ઊભેલી જાણી. ભારતમાં તો તેમનું અભિવાનદન કરવા માટે તે જ્યાં પણ જતા ત્યાં લોકોના ટોળેટોળાં ઊભરી આવતાં. તેમને લેવા માટે જે પણ વ્યક્તિને ઍરપોર્ટ આવવાનું હતું તે ક્યાંય પણ દેખાતી ન હતી. ચિત્રભાનુજી આમ તો વૈશ્વિક નાગરિક બની ગયા હતા, પણ હજી પણ તેઓ સાધુ તરીકે જીવતા હતા. આનો અર્થ એમ કે તેમની પાસે કોઈ પણ દુન્યવી ચીજ-વસ્તુઓ ન હતી. હવે જે આધ્યાત્મિક ગુરુએ અસંખ્ય લોકોને આધ્યાત્મિક ખોજથી જાગૃતિ તરફ દિશા બતાડી હતી તે પોતે ભારે ભીડ અને કોલાહલની વચ્ચે વિશ્વના સૌથી વ્યસ્ત શહેરના ઍરપોર્ટ પર પોતાની જાતને ખોવાયેલી અનુભવી રહ્યા હતા.
તેમણે આંખો બંધ કરીને ઊંડો શ્વાસ લીધો જાણે ધ્યાન ધરતા હોય, થોડો સમય પસાર થયો ત્યાં એક યુવતી જે પોતે એક સ્વયંસેવક હતી તેમણે સફેદ વસ્ત્રો પરિધાન
- ૧૧૧ -
ચિત્રભાનુજી