________________
હેગમાં વિશ્વ શાકાહારી પરિષદ
તેમનું વક્તવ્ય જીવન પ્રત્યેની વૈશ્વિક સંવેદના અને અર્થતંત્ર પ્રત્યેના વ્યવહારુ વિચારોનું સુંદર મિશ્રણ હતું: “હંમેશાં એમ કહેવાય છે કે જો બધા જ માણસો શાકાહારી બની જશે તો ખોરાકના પુરવઠાની ભારે તંગી ઊભી થશે. પણ શું તમને એમ લાગે છે કે આ પરિવર્તન રાતોરાત થઈ જશે ? આ પરિવર્તન ખૂબ ધીમું હશે, સમયાંતરે હશે અને અનેક દાયકાઓની આરપાર વહેંચાયેલું હશે. કદાચ આવું થતાં સદીઓ પણ લાગી જાય અને શું ત્યાં સુધી એવું શક્ય નહીં બને કે આખાએ વિશ્વમાં જે કરોડો એકર જમીન છે તેને કોઈ ને કોઈ રીતે ખેડી શકાય ?” તેમણે પૂછ્યું.
તેમણે ઉમેર્યું કે “માણસો પોતાના સર્જનહાર પાસે દયાની આશા રાખે છે. દયા માંગે છે. પણ જે માણસ હંમેશાં ક્રૂરતાપૂર્વક અન્ય પશુઓનાં માંસ પર જીવ્યો હોય તે કઈ રીતે ઈશ્વર પાસે દયાની આશા રાખી શકે ?”
હેગથી ચિત્રભાનુજી અમેરિકા ગયા. તેમણે આ દરમિયાન ફિલાડેલ્ફિયા, ન્યુ યૉર્ક, શિકાગો અને છેલ્લે લૉસ ઍન્જલિસમાં પોતાના દિવસો ગાળ્યા.
તેઓ હવે અમૅરિકા આવ્યા હતા. આ એ જ રાષ્ટ્ર હતું જે આવનારા દિવસોમાં તેમનું બીજું ઘર બનવાનું હતું. લોસ ઍન્જલિસથી તેઓ મુંબઈ પાછા ફર્યા.
- ૧૦૯
=
ચિત્રભાનુજી