________________
ઉદાર અભિગમ સિવાય કોઈ પણ શાંતિ કે સંતુષ્ટિની લાગણી શક્ય નથી. અને શાંતિ વગર બીજું કંઈ નહીં પણ માત્ર સ્પર્ધા જ બાકી રહી જાય છે. આપણને મૈત્રીની દૃષ્ટિની જરૂર છે. જેના થકી આપણે આંતરિક સમૃદ્ધિ મેળવી શકીએ, નવું વિશ્વ ઘડી શકીએ. મૈત્રીની આ દૃષ્ટિ થકી જ આપણે અન્ય રાષ્ટ્ર, જાતિ અને ધર્મોના લોકો સહિત આપણી જાતને પણ એક વૈશ્વિક કુટુંબ તરીકે જોઈ શકીશું.
કેન્યાના જનજીવનમાં જૈન જ્ઞાતિનો હંમેશાં બહુ મોટો ફાળો રહ્યો હતો. ઉદ્યોગો અને વેપાર સિવાય પણ જૈનો ઘણી કલ્યાણકારી યોજનાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવતા હતા. ચિત્રભાનુજીની મુલાકાત પછી આફ્રિકાના જૈનો તેમના સાથી આફ્રિકનો સાથે વધારે કરુણામય બન્યા. પરિણામરૂપે ત્યાં વીસા ઓસવાલ આઈ ક્લિનિક શરૂ કરવામાં આવી. અહીં મફત તબીબી સારવાર, વાહનવ્યવહાર, ખોરાક અને રહેવાની વ્યવસ્થા અપાતી હતી. જ્યાં એકસાથે લગભગ ૮૦૦ જેટલા જરૂરિયાતમંદ આંખના દર્દીઓને દર વર્ષે સેવા અપાતી હતી.
કેન્યાના પાટનગર નૈરોબીથી ચિત્રભાનુજી લંડન ગયા. તેઓએ ત્યાં એક આખું અઠવાડિયું હજારો લોકોને ધર્મલાભ આપ્યો, જેમાં એશિયન્સ અને પશ્ચિમીઓ બંને પ્રકારના શ્રોતાઓનો સમાવેશ થતો હતો. તેઓએ પૂર્વના તત્ત્વચિંતનને પશ્ચિમના તકનિકી વિકાસ સાથે જોડવાની શક્યતાઓ અંગે ચર્ચા કરી. એવા લોકો જે માત્ર ભૌતિક સિદ્ધિઓ ઇચ્છે છે તેઓ ત્યાં જ પહોંચે છે જ્યાંથી તેમણે શરૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે “માણસને એક મશીન તરીકે જોનારા તેમનો પોતાનો જ વિનાશ નોતરે છે. જોકે જેમણે તકનિકી પ્રગતિને અવગણીને માત્ર આત્મા પર જ ધ્યાન આપ્યું છે તેવા લોકો પણ ટૂંકી દૃષ્ટિ ધરાવનારા છે. આમ કરીને આવા લોકો બીજાની દારુણતા પ્રત્યે અજ્ઞાની અને ઉદાસીન બની જવાનું જોખમ સેવી રહ્યા છે. વિચારવાના અને જીવવાના બે અલગ અલગ માર્ગને એક કરીને આધુનિક માણસ ઉત્ક્રાંતિની ટોચે પહોંચી શકે છે તથા માનવીય ગુણોના શ્રેષ્ઠતમ સ્વરૂપને મેળવી શકે છે.”
હેગ તેઓનો આગલો મુકામ હતો. તેઓએ વિશ્વ શાકાહારી કોંગ્રેસમાં વક્તવ્ય આપ્યું. અહીં ઉપસ્થિત શ્રોતાઓ પર તેમના વક્તવ્યનો ખૂબ મોટો પ્રભાવ પડ્યો. તેમનું આ વક્તવ્ય બાદમાં એક નામના પુસ્તકમાં પ્રકાશિત થયું હતું. તેમણે આ વક્તવ્યમાં શાકાહારી જીવનશૈલી વિશેના પોતાના વિચારો અને દૃષ્ટિકોણની વાત કરી હતી. તેમણે પોતાનાં પ્રવચનમાં આધ્યાત્મિક વિકાસ, નૈતિકતા, સ્વાથ્ય, સૌંદર્ય અને પર્યાવરણ આ તમામ પાસાંઓને આવરી લેતા દૃષ્ટિકોણની વિવિધતા ચર્ચા.
યુગપુરુષ
- ૧૦૮ -