________________
ચિત્રભાનુજીની હંમેશાથી બદલાવવાની અને ઘટનાસભર જિંદગીના અર્થપૂર્ણ પ્રકરણની શરૂઆત બની રહ્યો.
૪ જૂલાઈ, ૧૯૭૧ના દિવસે ચિત્રભાનુજી આફ્રિકા પહોંચ્યા અને ત્યાં બાવન દિવસ સુધી રહ્યા. તેમનો મોટા ભાગનો સમય કેન્યામાં પસાર થયો. કેન્યામાં હજી પણ ઘણા બધાં જૈન કુટુંબો હતાં. તેઓ યુગાન્ડા અને તાન્ઝાનિયાના પ્રવાસે પણ ગયા. ત્રણેય દેશોમાં તેમની મુલાકાત અને વક્તવ્યોનો ખૂબ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. તેમના પ્રવચનોમાં હજારો લોકોએ હાજરી આપી. ઘણા બધા રાજકારણીઓ અને રાજદૂતોએ પણ આ કાર્યક્રમોમાં હાજરી આપી. અને આ ભારતીય મુનિ સાથે તસવીરો પડાવી. તેમણે મોટા ભાગે મૈત્રી એટલે કે દોસ્તીના ધર્મની વાત કરી.
જુલાઈ ૧૯૭૧માં મુનિશ્રીનું નૈરોબી, કેન્યા ખાતે આગમન
તેમણે કહ્યું કે વિશ્વને આજે કોઈ બાબતની જો સૌથી વધારે જરૂર હોય તો તે છે મૈત્રીની લાગણી, મૈત્રી ભાવની. આ પ્રકારના બિનશરતી પ્રેમ અને અન્યો પ્રત્યેના
- ૧૦૭ -
ચિત્રભાનુજી