________________
ઓળખવાનું શરૂ કરી દીધું હતું. પરિચયની શરૂઆતથી જ તેઓને તેની સાથે ખૂબ ઊંડું જોડાણ અનુભવાતું. અપરિપક્વ, નાજુક અને અણિશુદ્ધ પ્રેમની હકારાત્મક ઊર્જાથી ભરપૂર હતી આ લાગણી. તેમને હવે સમજાયું હતું કે આ સંબંધ બીજું કાંઈ નહીં પણ પ્રેમનો સતત વહેતો સ્વયં ઉભરો હતો. તેમને એવું લાગતું હતું કે પોતાના કૉલેજ જીવનમાં જે યુવતીને પોતાની જનમ જનમની સાથી માનતા હતા કે જે મેલેરિયામાં મૃત્યુ પામી હતી તે પ્રમોદારૂપે તેમના જીવનમાં પાછી ફરી હતી. પરંપરા, સંપ્રદાય અને દેશની સીમા ઓળંગી લીધી હોઈ તેઓ હવે પોતાના આત્મામાંથી અવિરત પ્રેમનો આ પ્રવાહ વહેવડાવી શકે તેમ હતા. લાગણીનાં જબરજસ્ત પુર દ્વારા તે જાણી ગયા હતા કે જીવન બદલનારી આ પ્રક્રિયાને ઓળખીને સ્વીકારવાનો સમય હવે આવી ગયો હતો. આ તેમના જીવનનું એવું એક મૂળભૂત પાસું હતું જેને પરિપૂર્ણ કરવું જરૂરી હતું.
પહેલાંની માફક જ ધરમૂળ પરિવર્તનનો આ તબક્કો પણ ભરપૂર સાંકેતિક સપનાઓથી પરિપૂર્ણ હતો. ચિત્રભાનુજીને સપનામાં બે બાળકોની ઝાંખી થઈ. જે બારણે ટકોરા દઈ જાણે કહી રહ્યાં હતાં કે મુનિશ્રી તેમના જીવનનો હિસ્સો બને. ચિત્રભાનુજીને અંતઃ સ્ફુરણા થઈ કે આ બાળકો અનેક જન્મોથી તેમની સાથે જોડાયેલાં હતાં. તેમને લાગ્યું કે હવે કદાચ વાસ્તવિક જીવનમાં પણ આ બાળકો સાથે મૂર્ત સબંધ સ્થપાવાનો સમય આવી ગયો હતો.
પ્રમોદા શાહ ગુજરાતના માંગરોળમાં એક સુસંસ્કૃત જૈન પરિવારમાં જન્મ્યાં હતાં. તેમનો પરિવાર જથ્થાબંધ તથા છૂટક ચા વેચતા. વેપારીઓ સાથે તેમનો ચાનો વ્યવસાય આખા દેશમાં પ્રસરેલો હતો. જેનું મુખ્ય કાર્યાલય કલકત્તામાં હતું. તેમણે મુંબઈની જયહિંદ કૉલેજમાંથી મનોવિજ્ઞાનમાં બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેમની સુંદરતા, અંગ્રેજી પરનું પ્રભુત્વ, સિતારવાદન જેવી વિશેષતાઓ ઉપરાંત ધનાઢ્ય કુટુંબનાં હોવાને કારણે તેઓ માટે અનેક માંગાં આવતાં હતાં. જોકે પ્રમોદાને હંમેશાંથી આધ્યાત્મિક જીવન અને આત્મખોજમાં રસ હતો. નાની વયે પણ તેમણે પાર્ટી કે પિકનિકમાં જવાને બદલે જૈન મંત્રોનું રટણ કરવામાં વધારે આનંદ આવતો. તેમના વાલીઓને દેખાઈ રહ્યું હતું કે તેમની પુત્રીની આ આધ્યાત્મિક ઇચ્છાઓ સાચી અને મજબૂત હતી. માટે તેમણે ક્યારેય તેને લગ્ન કરવાનો આગ્રહ ન કર્યો. તે જ સમયે પ્રમોદાજીને સંન્યાસ લેવાની ઇચ્છા તો ઘણી હતી, પણ પોતાના વાલીઓ પ્રત્યેના ઊંડા પ્રેમને કારણે તેમણે ક્યારેય દીક્ષા લઈ લેવાની તૈયારી ન બતાવી.
- ૧૦૫ -
ચિત્રભાનુજી