________________
આવશ્યકતા જ નથી. તેમના ઉપદેશોના માધ્યમથી વિશ્વના અન્ય સંસ્કૃતિ અને હિસ્સામાં વસતા લોકોમાં સ્પર્ધા, વિવાદ અને યુદ્ધ અંગે જે અભિગમ પ્રવર્તમાન હતાં તેની સામે એક ખૂબ સક્ષમ વિકલ્પ હાજર હતો. તેઓ થકી મળેલા નવીન જ્ઞાન મારફતે બીજા દેશોના અગણિત લોકો પણ હવે પોતાનાં જીવનમાં જુદા જ પ્રકારની પસંદગીઓ કરવા માટે સજ્જ હતા. એ જ સમયે ચિત્રભાનુજીને પણ એ અનુભવાયું કે વિદેશમાં અલગ અલગ સ્વભાવના મુમુક્ષુઓ સાથે સંવાદ સાધીને પણ તેઓને આધ્યાત્મિક વિકાસમાં તો લાભ થશે જ પરંતુ સ્વયંની આધ્યાત્મિક ઉન્નતિ અને શુદ્ધિમાં તીવ્રતા આવશે.
પોતે જે નિર્ણય લેવા જઈ રહ્યા હતા તે સંવેદનશીલતા અને વિવાદને કાંઠે જ ઊભો છે એમ જાણવા છતાં તેઓએ મન મક્કમ કરી લીધું હતું. આ નિર્ણયના પ્રથમ તબક્કારૂપે તેમણે મનોમન અંગત રીતે અને પોતાના આત્મીય સ્તરે નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાના ઉચ્ચ પદનો ત્યાગ કરશે અને સાધુત્વમાંથી નિવૃત્તિ લઈ લેશે.
પોતાની વધતી જતી અસંબદ્ધ અમાન્ય પ્રવૃત્તિઓ થકી લોકો જ ઉત્તરોત્તર જાણી જશે તેમ માની પોતાનો આ નિર્ણય જાહેર કરવાની તેમને કોઈ જરૂર ન લાગી
તેમણે આફ્રિકામાં વસતાં જૈનોની સાથે મુલાકાત કરવાનો નિર્ણય કર્યો. તેઓ તેમને ઘણા સમયથી આફ્રિકા આવવાનું આમંત્રણ આપી રહ્યા હતા. ૨૦મી સદીની શરૂઆતમાં જ્યારે ભારતીયો આફ્રિકા સ્થળાંતર કરી રહ્યા હતા ત્યારે વીસા ઓસવાલ જ્ઞાતિના જૈનો કેન્યા આવ્યા હતા. તેમણે ચિત્રભાનુજીને એવી પણ વિનંતી કરી હતી કે તેઓ ત્યાં જ આવીને સ્થાયી થાય તથા તેમના આધ્યાત્મિક ગુરુ બને. મુનિશ્રી જાણતા હતા કે હવે તેમને મળવાનો સમય પાકી ગયો હતો. આ સાથે તેમણે સપ્ટેમ્બર, ૧૯૭૧માં હેગમાં યોજાનારી વિશ્વ શાકાહારી કોંગ્રેસમાં હાજરી આપવાનું નિમંત્રણ પણ સ્વીકારવાનું નક્કી કર્યું. હેગ સાઉથ હોલેન્ડનું પાટનગર હતું.
હવે ચિત્રભાનુજી પોતાની જાત સાથે નિરાવરણ અને વધારે પ્રામાણિક બની રહ્યા હતા. પોતાના લાગણીમય જીવનમાં આવી રહેલા બદલાવ સાથે સંવાદ સાધવા તેઓ તૈયાર હતા. તેઓ હવે એક એવા બીજથી પરિચિત થઈ રહ્યા હતા જે તેમના આત્માની અંદર અંદાજે સાત વર્ષથી પોતાની હાજરીની અનુભૂતિ કરાવી રહ્યું હતું. ચિત્રભાનુજીએ વિશાળ અનુયાયીઓનો વર્ગ અને પ્રતિબદ્ધ જૈન મુનિ હોવાને કારણે આ બીજ પાંગરવા ન દીધું. પણ સત્યને નકારી ન શકાય. લાંબા સમયથી શિષ્યા બનેલ પ્રમોદા શાહ માટેની સ્વીકારી અને નકારી ન શકાય તેવી અનુભૂતિને તેમણે
યુગપુરુષ
– ૧૦૪ -