________________
એક એવો પ્રવાહ, જે મહાન તીર્થંકરોનાં જીવનમાંથી આજ સુધી વહેતો રહ્યો છે. આશા રાખીએ કે આ પ્રવાહ મારા હૈયામાંથી ક્યારેય ન સુકાય. અને તે ચિરંતન આગળ વધે.
મુંબઈમાં તેમનાં પહેલાં વર્ષ દરમિયાન મુંબઈનાં વિવિધ પરાંઓમાં વિહાર કરતા ગુરુદેવે લોકોની લાચારી, ગરીબીનું અવલોકન કર્યું. તેમને ભેદભાવ, પૂર્વગ્રહ, શોષણ તમામનો ભોગ બનેલાઓ પ્રત્યે ખૂબ કરુણા થઈ. પછી એ મનુષ્ય હોય કે પ્રાણી. ટૂંક સમયમાં એ એવી વ્યક્તિ તરીકે જાણીતા થયા જે પોતે જે ઉપદેશ આપતા તે જીવતા. એક પણ દિવસ એવો ન જતો જ્યારે તેમણે જાહેર પ્રવચન ન આપ્યું હોય. એમાંય ખાસ કરીને તેમને ઘણી ભાષાઓ આવડતી હતી. એમની માતૃભાષા મારવાડી ઉપરાંત કન્નડ, તેલુગુ, ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, પ્રાકૃત અને અંગ્રેજી આટલી બધી ભાષાઓ આવડતી હોવાથી તેઓ આ વિવિધ સંસ્કૃતિથી બનેલાં શહેરનાં માનવ મહેરામણ સાથે જોડાઈ શકતા.
તેમના શ્રોતાઓમાં મિશ્ર સમૂહ રહેતો. તેમાં સામાન્ય કર્મચારી વર્ગથી માંડીને મોટા વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ગૃહિણીઓ, કલાકારો, યુવાનો, રાજકારણીઓ, સામાજિક કાર્યકરો અને તત્ત્વચિંતકો પણ રહેતાં. ચિત્રભાનુજીનાં પ્રવચનોનું ક્યારેય નકારી ન શકાય તેવું સાર્વત્રિક આકર્ષણ હતું. વિવિધ ધર્મો અને જ્ઞાતિના લોકો તેમને સાંભળવા ધસી આવતા. એ ગુજરાતીમાં બોલતા ત્યારે લોકોને ખૂબ આનંદ થતો. તેમને લાગતું કે એમના શબ્દો કાવ્યસમાં વર્તાય છે. એક વાર જાણીતા સંત, તત્ત્વચિંતક અને દાની સ્વામી રામદાસે ભાવનગરમાં ચિત્રભાનુજીનું પ્રવચન સાંભળ્યું હતું. તેમણે કહ્યું હતું કે તમારા શબ્દો કરતાં પણ તમે જે રીતે બોલો છો તેના કારણે જે પ્રેમ કરે છે, તેણે મારું હૈયું સ્પર્શી લીધું છે.
પારંપરિક રીતે તો સાંજ પડે પછી જૈન સાધુએ ઉપાશ્રય છોડવાનું નથી હોતું. પરંતુ ચિત્રભાનુજીએ બદલતા સમય સાથે બદલવાનું નક્કી કર્યું. તેમણે ઘણાં સાંધ્યા પ્રવચનો આપ્યાં. જેથી કામ કરનારા લોકો તેમને સાંભળી શકે. તેમના અનુયાયીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જતી હતી. એમનાં પ્રવચન હોય ત્યારે ઓડિટોરિયમ, બજાર અને ખુલ્લા મેદાનો તેમને સાંભળવા ઉત્સુક લોકોથી ઝડપથી ભરાઈ જતાં. તેમણે તેમની વિચરતી-વિહાર કરતી જિંદગી ચાલુ રાખી. તે દરેક વક્તવ્યમાં ચાલતા જતા. તેઓ જૈન કેન્દ્રોમાં રાતવાસો કરતા. મુંબઈ અને તેની આસપાસ પચાસ કરતાં વધુ જૈન કેન્દ્રો હતાં. એક જૈન કેન્દ્રથી બીજા જૈન કેન્દ્ર તરફ જવાનો તેમનો વિહાર મોટે ભાગે પરેડમાં જ ફેરવાઈ જતો. તેમને શાળા, કૉલેજ અને યુનિવર્સિટીઝમાં પણ પ્રવચન આપવા આમંત્રણ મળતું. વિવિધ ધર્મના લોકો તેમને પોતાના ધર્મસ્થળે તેમના
- ૭૩ -
ચિત્રભાનુજી