________________
ચોપાટી પર માનવમેદની સમક્ષ સભા સંબોધતા ચિત્રભાનુજી
ચોપાટીના દરિયાકાંઠે આવા જ એક સમારોહમાં ફિલ્મઉદ્યોગના જાણીતા સંગીત નિર્દેશક બેલડી કલ્યાણજી-આણંદજીએ ચિત્રભાનુજીનું પ્રતિષ્ઠિત સ્તવન “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું” જાહેરમાં રજૂ કર્યું અને તે પ્રતિષ્ઠિત પાર્શ્વગાયક મુકેશે ગાયું. આ કાર્યક્રમને પગલે આ અમર સ્તવન, જૈન અને બિનજૈન બન્નેમાં ખૂબ પ્રચલિત થઈ ગયું. એચએમવી કંપનીએ ૭૮ આરપીએમની રેકોર્ડ બહાર પાડી ત્યારે તે કંપનીના ઇતિહાસમાં સૌથી વધારે વેચાયેલી રેકોર્ડ બની. સ્કૂલનાં પાઠ્યપુસ્તકોમાં પણ આ કાવ્યનો સમાવેશ કરવામાં આવ્યો. ૬૦ વર્ષ પછી પણ આજે આખા વિશ્વમાં યોજાનારા કોઈ પણ જૈન સમારોહમાં આ ગીત ગવાય છે. માત્ર એક દુઃખની વાત સિવાય આ ગીત જૈનોનું ધ્રુવગીત - સૌથી લોકપ્રિય સ્તવન, બની ચૂક્યું છે. ઘણા લોકો આ ગીત ગાય ત્યારે છેલ્લી પંક્તિમાં ચિત્રભાનુજીના નામને બદલે કોઈ બીજું નામ બોલે છે. ચિત્રભાનુજીને પણ નવાઈ લાગતી હતી કે તેમની જે રચના આટલી પ્રશસ્તિ મેળવી રહી છે તેમાંથી તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું છે.
યુગપુરુષ
૭૬