________________
જૈન તત્ત્વચિંતન અને ધર્મ અંગે વધારે ને વધારે જાણવાની પ્રેરણા મળી. આ પ્રતિનિધિમાં એક હતા થોમસ મેર્ટોન. થોમસ મેર્ટોન અમેરિકન લેખક હતા. અને કેથલિક સંપ્રદાયને અનુસરનાર સાધુ અને ખૂબ માનનીય આધ્યાત્મિક ગુરુ પણ હતા. વત્સલાના વક્તવ્ય અંગે તેમણે પોતાની એશિયન જર્નલમાં નોંધ લખી કે, “મુંબઈથી આવેલી યુવા જૈન સ્ત્રી વત્સલા અમીને ટેમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડિંગની કૉન્ફરન્સમાં જૈન ધર્મનો સંદેશો રજૂ કર્યો. આ સ્ત્રી ખૂબ સુંદર અને આધ્યાત્મિક વ્યક્તિ છે. તેના આ પ્રવચનથી હું ખૂબ પ્રભાવિત થયો અને મને સાંજે તેમની સાથે ખૂબ લાંબી વાતચીત કરવાનો મોકો મળ્યો. અમે ધ્યાન અને તેમના ગુરુ શ્રી ચિત્રભાનુજી વિશે વાત કરી. મને પણ શ્રી ચિત્રભાનુજીને મળવાની ઇચ્છા છે જો હું મુંબઈ જઈ શકું તો. આ ઉપરાંત કઈ રીતે વત્સલા, હિમાલયમાં એકાંતમાં વર્ષો પસાર કરવા માગે છે અને તે અંગેની તેની યોજનાઓ અંગે પણ અમે વાત કરી.’’
વત્સલા અમીનની આંખો બુદ્ધિશાળી અને માયાળુ છે, સફેદ સાડી, જોશ અને ગંભીરતા, હૂંફ અને આધ્યાત્મિક ઝુકાવ. તે પોતાના ગુરુની તસવીર સમક્ષ ધ્યાન ધરે છે એ એવી તસવીર છે જેમાં તેમનું માથું અને દાઢી સાફ કરેલા છે. જૈન ગુરુઓ વર્ષે એક વાર મુંડન કરતા હોય છે. વત્સલા કહે છે કે જો તેઓ આટલા પરફેક્ટ હોઈ શકે તો હું પણ હોઈ શકું. આજે તેઓ મુંબઈ જવા નીકળી ગયા. અને હું મારી વાત કરું તો હું એની શુદ્ધતા અને સંપૂર્ણતાથી ખૂબ જ પ્રભાવિત થયો છું. તેણે મને સુખડનો એક હાર આપ્યો કારણ કે હું તેનો ખાસ મિત્ર છું. તેણે બીજો સુખડનો હાર મૅનહૅટનવિલથી આવેલાં સીસ્ટર બાર્બરા મીશેલને આપ્યો.
શ્રીમાન રશીદ જે કૉન્ફરન્સમાં ભાગ લેવા આવેલા એક મુસ્લિમ અગ્રણી હતા, તેઓ વત્સલાની રજૂઆતથી પ્રભાવિત થયા અને પ્રેરિત થઈને તેમણે ચિત્રભાનુજીને મળવા મુંબઈની એક વિશેષ યાત્રા કરી. પોતે ઈઝરાયેલ જવા નીકળે તે પહેલાં તેઓ મુંબઈ ગયા.
૧૯૬૯માં શ્રીમતી સરલાજી બિરલાએ ચિત્રભાનુજીને ટૅમ્પલ ઑફ અંડરસ્ટેન્ડિંગ’ના ઈન્ટરનૅશનલ કમિટીના સભ્યપદ માટે આમંત્રણ આપ્યું. એપ્રિલ, ૧૯૭૦માં જીનિવા સ્વિટ્ઝરલેન્ડ ખાતે બીજી સ્પિરિચ્યુઅલ સમિટ કૉન્ફરન્સ યોજાવાની હતી. આ સમયે શ્રીમતી જ્યુડીથ હૉલીસ્ટર અને શ્રી પીટર ડન જે ટેમ્પલના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર હતાં તેઓએ મુંબઈ આવીને ચિત્રભાનુજીને આ કૉન્ફરન્સમાં હાજરી આપવા વ્યક્તિગત વિનંતી કરી. બિરલા કુટુમ્બે પણ તેમને આજીજી કરી અને કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સ છે. જરૂરી છે કે તમે તેમાં હાજરી આપો. એ સમય આવી ગયો છે કે હવે પૂર્વ-પશ્ચિમને મળે. પણ એ જેટલું લાગતું હતું એટલું સરળ ન હતું. હજારો વર્ષોથી પ્રસ્થાપિત થયેલ જૈન તત્ત્વ ચિંતન મુજબ અને તેના અનુયાયીઓએ હંમેશાં કેટલાક
યુગપુરુષ
- ૯૨ -