________________
ચિત્રભાનુજીએ પાદરીઓનાં લગ્ન કરવાની પરવાનગી અંગે પણ ચર્ચા કરી. પોપને આ વિષયો પર વાત નહોતી કરવી. તેઓ આ અંગે કોઈ પણ પરિવર્તન નહોતા ઇચ્છતા. જોકે પોપ સાથેની આ મુલાકાત સારી રહી. બંનેએ પરસ્પર મૈત્રીની લાગણી અનુભવી. પોપ પોલ છઠ્ઠી સાથેની આ મુલાકાત એ ચિત્રભાનુજીની છ અઠવાડિયાંની મુસાફરીનો આખરી પડાવ હતો. હવે તેમને માટે ભારત પાછા ફરવાનો સમય થઈ ગયો હતો.
પોપ સાથે ચર્ચા
- ૧૦૧ -
ચિત્રભાનુજી