________________
સોસાયટીએ હર્બર્ટ વોરનનું પુસ્તક “જૈનીઝમ” પુનઃ પ્રકાશિત કર્યું હતું.
ચિત્રભાનુજીને વિદેશ જવા માટેનું બીજું પ્રેરક બળ મળ્યું જ્યારે એક પિતાએ એકાંતમાં ચિત્રભાનુજી સાથે થયેલી મીટિંગમાં પુત્રએ લખેલો પત્ર ચોધાર આંસુએ વાંચી સંભળાવ્યો. મુંબઈ સ્થિત આ સજ્જનનો પુત્ર અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો હતો. તેણે પોતાના પિતાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે એવો સમાજ કે જ્યાં શાકાહાર નહીંવત ઉપલબ્ધ હોય છે ત્યાં શાકાહારી તરીકે રહેવું કેટલું મુશ્કેલ હતું.
આ સાથે તેણે પત્રમાં લખેલું તેના પરથી એમ પણ સ્પષ્ટ થતું હતું કે પશ્ચિમના રંગે રંગાઈ ગયેલા આ યુવકને ત્યાંનો ઉપભોક્તાવાદ સદી ગયો હતો અને તેને કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક પોષણમાં જરાય રસ ન હતો, એ પણ એવા સમયમાં જ્યારે એ એના જીવનનો ખૂબ અગત્યનો સમય ગણાય.
ચિત્રભાનુજીને એ હકીકત સમજાઈ ગઈ હતી કે ૨૦મી સદીની શરૂઆતમાં ઘણા બધા જૈનો બર્મા અને સિંગાપોર જેવા પૂર્વીય દેશોમાં તથા આફ્રિકા, ઇંગ્લૅન્ડ અને અમેરિકા જેવા પશ્ચિમી દેશોમાં સ્થળાંતર કરી ગયા હતા. તેમને યાદ આવ્યું કે ૨૦ વર્ષ પહેલાં પંજાબ કેસરી આચાર્ય વિજયવલ્લભસૂરી જે આચાર્ય શ્રી આત્માનંદજીના શિષ્ય હતા તેમણે ભાખ્યું હતું કે ભવિષ્યમાં જૈન સાધુઓએ પરંપરા તોડીને વિદેશનો પ્રવાસ કરવો જ પડશે. તેમણે મોમ્બાસામાં જૈન સમુદાયના એક અગ્રણી શ્રી મેઘજીભાઈને કહ્યું હતું કે જ્યારે પણ અને જ્યાં પણ મહાવીરના સંદેશાની જરૂર હશે ત્યારે જૈન સાધુએ તેની ફરજ બજાવવા માટે પ્રવાસ કરવો જ રહ્યો.
પરંતુ જ્યારે ચિત્રભાનુજી જે પોતે પહેલાં ૩૦ વર્ષ દરમિયાન આખા ભારતનો પગપાળા પ્રવાસ ૩૦ હજાર માઈલ સુધી કરી ચૂક્યા હતા એમણે જ્યારે વિદેશપ્રવાસ કરવાનો નિર્ણય લીધો ત્યારે એ ખરેખર ક્રાંતિકારીનો નિર્ણય હતો. વીરચંદ ગાંધી ચોક્કસ એક વિદ્વાન નાગરિક હતા. પરંતુ તે જૈન મુનિ ન હતા. વળી, ચિત્રભાનુજી જે ઉપનામે લખતા તેના કારણે તેઓ કોઈ ઑડિટોરિયમમાં શ્રોતાઓ ભેગા થાય એના કરતાં તો કંઈક ગણા વધારે લોકો સુધી પહોંચી ચૂક્યા હતા. જીનિવા જવાનો આ નિર્ણય આખા વિશ્વમાં મહાવીરનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ હતો. વળી, પોતે એક ચોક્કસ પંથના જૈન મુનિ હોવાને કારણે તેમને મંદિરના પરિસરના કેટલાક આકરા નિયમોને પણ અનુસરવાના હતા. જો તેમનો અવાજ હજારો-લાખો સુધી આખી દુનિયામાં પહોંચાડવાનો હોય, તેમને આખા માનવ સમુદાય સાથે જો વાત કરવાની હોય તો તેમને બધાં જ બંધનો તોડી ને લોકો સુધી પહોંચવાનું હતું.
આધુનિક વિશ્વ અને માનવ સમાજની જરૂરિયાતો જોતાં એ સમય આવી ગયો
યુગપુરુષ
- ૯૪ -