________________
જીનિવાના આયોજકોને મુંબઈમાં થયેલા વિવાદની જાણ હતી. તેમને આ અંગે તાર મોકલવામાં આવ્યો હતો. ત્યાંના આયોજકો આ સ્થિતિમાં પણ જીનિવા આવવા નીકળેલા ચિત્રભાનુજીના કૃતજ્ઞી હતા. જેમણે પરંપરાને પડકારી હતી અને તેમના કાર્યક્રમમાં હાજરી આપવા પોતાના જ અનુયાયીઓનો ક્રોધ વહોરી લીધો હતો. ચિત્રભાનુજી જીનિવામાં તેમના એક જૂના અનુયાયી એન. એમ. શાહ તથા તેમની દીકરી દક્ષાને ઘરે રહ્યા હતા. આ પરિવાર વર્ષોથી જીનિવામાં હતો. મુંબઈમાં એક વખત લૂંટાઈ ચૂકેલી સોરેલાને ચિત્રભાનુજીએ મદદ કરી હતી. તે પણ ખાસ મ્યુનિચથી ચિત્રભાનુજીને મળવા આવી હતી. મુનિ ચિત્રભાનુજીના ફ્રેંચ શિષ્ય ગિલ્બર્ટ જે સ્વામી હંસાનંદ તરીકે ઓળખાતા હતા તે પોતાના ૧૨ શિષ્યો સાથે પોતાના ગુરુને મળવા આવ્યા હતા. વિશાળ કૉન્ટિનૅન્ટલ હોટલમાં થઈ રહેલી આ કૉન્ફરન્સનો પ્રારંભ કરવાનું સન્માન ચિત્રભાનુજીને અપાયું હતું. આ ખરેખર જ એક ઐતિહાસિક ક્ષણ હતી. પહેલી વાર વીરચંદ ગાંધીએ શિકાગોમાં ૭૦ વર્ષ પહેલાં વૈશ્વિક ધર્મ પરિષદને સંબોધી તે પછી આજે પહેલી વાર એક જૈન અગ્રણી પશ્ચિમી ધાર્મિક ગુરુઓના સંઘને સંબોધવા જઈ રહ્યા હતા.
જ્યુડીથ હૉલિસ્ટરે મુનિશ્રીને તેમના સુજ્ઞજનોથી ભરપૂર શ્રોતાઓ સાથે પરિચય કરાવ્યો. શ્રોતાઓમાં વિદ્વાનો, ધર્મગુરુઓ અને વિવિધ ધર્મના પ્રતિનિધિઓ હતા. જ્યુડીથે ચિત્રભાનુજી મુંબઈથી નીકળ્યા તે પહેલાં ત્યાં જે અરાજક્તાની સ્થિતિ સર્જાઈ હતી તે વિશે પણ શ્રોતાઓને જણાવ્યું. તેણે કહ્યું કે અહીં એક એવો માણસ ઉપસ્થિત છે કે જે માણસજાતની વૈશ્વિક એકતાની જે પૃચ્છા છે, તેને સમજે છે. આ જ એક સપનું છે જેના કારણે આપણે તેમના સુધી પહોંચ્યાં છીએ અને તેઓ આપણા સુધી.
સફેદ વસ્ત્રો પરિધાન કરીને ઉપસ્થિત ચિત્રભાનુજીએ સૌથી પહેલાં નવકાર મંત્રનું ઉચ્ચાક કરીને જાગ્રત આત્માની એ ઊર્જાને સજાગ કરી, જેથી ત્યાં હાજર દરેક વ્યક્તિ તે સ્થળ અને એ પવિત્ર અને શુભ કાર્યક્રમને આશીર્વચન આપી શકે. તેમના ફ્રેંચ શિષ્યો પણ તેમની સાથે જોડાયા. આ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સંવાદનું એક અત્યંત જોશભર્યું અને સક્ષમ દૃશ્ય હતું. યુરોપિયનોને જ્યારે નવકાર મંત્રની નવ પંક્તિઓ પ્રાકૃત ભાષામાં બોલતા સાંભળ્યા ત્યારે તે સાંભળીને શ્રોતાઓ અભિભૂત થઈ ગયા હતા. કૉન્ફરન્સનો મુખ્ય વિષય હતો “ધી પ્રેક્ટિકલ રિક્વાયરમૅન્ટ ઑફ વર્લ્ડ પીસ” એટલે કે “વિશ્વશાંતિ માટેની વાસ્તવવાદી જરૂરિયાતો” આ વિષય પર બોલવા માટે ચિત્રભાનુજીનો વારો બીજા દિવસે આવ્યો. થોડીક ક્ષણો માટે એ સહેજ વધારે સભાન થઈ ગયા, કારણ કે અંગ્રેજીમાં વાત કરવાની તેમને તેટલી ફાવટ ન હતી. તેમને નવાઈ લાગી અને તેમને વિચાર આવ્યો કે આ પ્રબુદ્ધ શ્રોતાજનો શું મને
ચિત્રભાનુજી
૯૭ -