________________
હતો જ્યારે જૈન મુનિને મુસાફરી કરવાની ના પાડતા જૈન અને સંકુચિત અભિગમને તોડવો પડે. મુનિ શ્રી ચિત્રભાનુજીને મહાવીરનો સંદેશ મંદિરના પરિસરમાં આવનારા જૈનો સુધી જ નહીં પરંતુ વિશ્વ આખામાં શાંતિ માટે ભૂખ્યા થયેલા દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો. અને આમ ચિત્રભાનુજીએ હજારો વર્ષ જૂની જૈન પરંપરા તોડવાનું નક્કી કર્યું. જેમ અપેક્ષિત હતું તેમ જ ચિત્રભાનુજીનો જીનિવા જવાનો નિર્ણય જેમ જાહેર થયો તરત જ ખૂબ બધા વિવાદ ઊભા થયા. ઘણા લોકો માટે ચિત્રભાનુજી ખૂબ ક્રાંતિકારી અને સ્વતંત્ર વિચારધારા ધરાવનારા હતા. તેમને ડર હતો કે તેમના શિક્ષણ અને નિયમો જેના પગલે તેમના આ ધર્મ અને વિશ્વાસની સ્થાપના થઈ હતી, વ્યાખ્યા ઘડાઈ હતી તે પશ્ચિમમાં ડોહળાઈ જશે. આ ઉપરાંત અન્ય એક એવો વર્ગ હતો જે ચિત્રભાનુજીને ખૂબ પ્રેમ કરતો હતો એટલો બધો કે થોડા સમય માટે પણ તેઓ તેમનાથી દૂર જાય તે તેમને પસંદ ન હતું. છતાં પણ એવા બધા જૈન અને બિન જૈન લોકો હતાં જે ચિત્રભાનુજીના વિશાળ હેતુને સમજી શક્યા. તેઓ વિશ્વના વિવિધ ભાગોમાં વસતા લોકો વિશે સમજણનો સેતુ ઘડતા ચિત્રભાનુજીને જોવા ઉત્સુક હતા.
✩ ✩
૨૯ માર્ચ, ૧૯૭૦ એ જૈન ઇતિહાસનાં પુસ્તકોમાં જાણે કંડારાયેલો દિવસ છે. શહેરની મધ્યે આવેલા બિરલા ક્રીડા કેન્દ્રમાં મુંબઈ લેજિસ્લેટર હાઉસના સ્પીકર શ્રી ભરાડેએ એક સંમેલનનું આયોજન કર્યું. તેમણે ચિત્રભાનુજીને તેમના પ્રવાસ માટે ખૂબ શુભકામનાઓ આપી. ચિત્રભાનુજીએ પોતે જીનિવા જવાના છે તે મિશન અંગે લોકોને એક ખૂબ સરસ અને જોશીલું વક્તવ્ય આપ્યું. મુનિ ચિત્રભાનુજીએ અમદાવાદના કેદીઓને જે પ્રવચન આપ્યું હતું તેનું તે જ દિવસે પુસ્તક “બંધન અને મુક્તિ” રૂપે પ્રકાશન પણ થયું. કેટલી મઝાની વાત છે કે જે સંદેશ કેદીઓ માટે યોગ્ય હતો તે બહારના વિશ્વ માટે પણ સચોટ હતો. સળિયાઓ, દીવાલો અને ઈંટોથી બંધાયેલી એક જેલ હોય છે અને બીજી માનસિક જેલ હોય છે જે સમાજના નિયમને આધારે બનેલી હોય છે. આ નિયમો ત્યારે જ જેલ બને છે જ્યારે આપણે એ નિયમોના સળિયા પાછળ આપણા આત્માને કેદ થવા દઈએ છીએ. વ્યક્તિ પોતે જ બંધન સ્વીકારી શકે છે અથવા તો મુક્તિ ઇચ્છી શકે છે. અહિંસાનો સંદેશો પ્રસરાવવા માટે વિદેશ જનારા ચિત્રભાનુજી જૂના સંકુચિત વિચારોથી મુક્તિ મેળવી રહ્યા હતા. તે દિવસે મુનિ ચિત્રભાનુજી પહેલા એવા જૈન સાધુ થયા જેમણે પગે રબરના સૅન્ડલ પહેર્યાં અને વાહનમાં પ્રવાસ કર્યો. જ્યાં ચિત્રભાનુજી પોતાના પ્રવાસ પહેલાંનું ઍરપૉર્ટ જતાં પહેલાં છેલ્લું પ્રવચન આપી રહ્યા હતા તે ઓડિટોરિયમની બહાર વિરોધ કરવા માટે મોટું ટોળું ભેગું થયું હતું.
- ૯૫ -
ચિત્રભાનુજી