________________
કે
સમજી શકશે ? તેમણે માત્ર પોતાની આંખો બંધ કરી અને બોલવાની શરૂઆત કરી. અહિંસાના વિચાર અંગે હું ઉપદેશ આપું તેના કરતાં તેને અનુસરવામાં મારો વધુ દૃઢ વિશ્વાસ છે. હું અહીં ઉપસ્થિત દરેકને એ કહેવા માગીશ કે મેં તેને અનુસરીને જ તેનો અનુભવ કર્યો છે. જીવન પ્રત્યે દોસ્તી એ જ મારો સંદેશ છે. એટલા માટે જ દોસ્તી, મિત્રતામાં ક્યારેય ધિક્કાર ન હોઈ શકે. અને જ્યારે ધિક્કાર જ ન હોય ત્યારે યુદ્ધ હત્યાઓ માટે કોઈ પણ શક્યતા કઈ રીતે હોઈ શકે? શાંતિ અંગે તેમણે કહ્યું કે આત્મતિરસ્કારને પગલે જ યુદ્ધનાં બીજ રોપાય છે. એ કેવી રીતે રોકવાં ? આ પ્રશ્નનો જૈન ઉકેલ છે કે, શાંતિનાં બીજ રોપવાં જેથી વ્યક્તિની લાગણી બદલાય અને તેને જીવન પ્રત્યેની ભક્તિની નદીમાં તથા દરેક માટે માન, સન્માન, પૂજ્યભાવમાં ફેરવી શકાય અને આ લાગણી જાત પ્રત્યે પણ ખડી થાય. એક એવું જીવન જીવીએ જેમાં પશુ પંખીઓનાં જીવન પ્રત્યે પણ આદર જળવાય તથા માણસનાં જીવન પ્રત્યે પણ આદર જળવાય. વ્યક્તિ બીજાને હાનિ ન પહોંચાડે તેવો અભિગમ વિકસાવે છે. એવું દરેક માણસ જે એક લાચાર પ્રાણીને ઈજા પહોંચાડવાની ના પાડશે તે કુદરતી રીતે જ, આપમેળે જ યુદ્ધમાં ભાગ લેવાની પણ ના પાડશે. માતાઓ પોતાનાં સંતાનોને પ્રેમ અને શાંતિનો સંદેશો આપી આગામી પેઢી ઘડી શકે છે.
તેમણે જૈન ધર્મના સિદ્ધાંત અનેકાંતવાદની પણ વાત કરી. અનેકાંતવાદ એવો સિદ્ધાંત છે, જેમાં કોઈ હઠાગ્રહ નથી. તે બહુમતવાદી છે અને તે જિંદગી પ્રત્યેનો એવો વાજબી અભિગમ છે જેમાં એક વ્યક્તિ સામી વ્યક્તિના અલગ દૃષ્ટિકોણને પોતાના વિચારનો પૂરક ગણે છે. મુનિશ્રીએ કહ્યું કે દૃષ્ટિકોણમાં રહેલી વિવિધતાઓ આપણને સમૃદ્ધ બનાવે છે તથા આપણને એક બીજા માટેની સંપૂર્ણ સમજણ આપે છે. આ માટે બીજી વ્યક્તિ જ્યારે આપણી સાથે સંમત ન થાય ત્યારે તેની પર હુમલો કરવાને બદલે આપણે તેની સાથે હાથ જોડવા જોઈએ. ઘાસનું તણખલું એકલું હોય ત્યારે તો નબળું હોય છે. પરંતુ જ્યારે ખૂબ બધા ઘાસને એક સાથે એક દોરડામાં બાંધવામાં આવે છે ત્યારે એ મોટામસ હાથી માટે પણ ઘણા મજબૂત થઈ પડે છે.
એ આખા અઠવાડિયા દરમિયાન હજારોની સંખ્યામાં લોકો ચિત્રભાનુજીને જોવા અને સાંભળવા કૉન્ફરન્સ હોલની અંદર અને સ્વિસ કન્ટ્રીસાઈડના બહારના હિસ્સાઓમાં ભેગા થતા. તેમને અસંખ્ય સવાલોનો મારો કરાતો. જૈન ધર્મ શું છે? તેની સ્થાપના ક્યારે થઈ? શા માટે અમે ક્યારેય મહાવીર વિશે નથી સાંભળ્યું. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો શું છે ? ચિત્રભાનુજીએ તે દરેકને ખૂબ ધીરજપૂર્વક જવાબ આપ્યા અને ઘણી બધી ગેરમાન્યતાઓ પણ દૂર કરી. કૉન્ફરન્સના આ સપ્તાહ દરમિયાન ચિત્રભાનુજી ઘણા લોકોને મળ્યા. તેમાંના એક હતા હોલીવુડના એક પ્રોડ્યુસર. તેઓ ચિત્રભાનુજીનાં
યુગપુરુષ
- ૯૮ -