________________
આકરા કાયદાઓનો અમલ કર્યો હતો. કોઈ પણ જૈન મુનિ કે સાધુએ આ પહેલાં ક્યારેય પણ ભારતની સરહદ પાર નહોતી કરી. સ્વદેશની સરહદ પાર કરવી એ સાધુત્વના નિયમનું ગંભીર ઉલ્લંઘન ગણાતું. આ નિયમો પાછળ પણ વાસ્તવિક સંદર્ભો રહ્યા હતા. પૌરાણિક કાળમાં લાંબી મુસાફરી પ્રાણીઓના ઉપયોગ વગર કે તેમને ત્રાસ આપ્યા વગર કરવી જાણે મુશ્કેલ હતી. અને આ માટે જ હંમેશાં સાધુઓ તો પગપાળા જ પ્રવાસ કરતા. આ નિયમ સૈકાઓથી લાગુ કરાયેલો હતો અને જયારે ઔદ્યોગિક ક્રાંતિ પણ આવી, જયારે સાધનો અને વાહનોના આધુનિક ઉપયોગ થવા માંડ્યાં અને જયારે એ સ્પષ્ટ હતું કે માણસ મુસાફરી કરશે ત્યારે તેમાં પશુઓ પર કોઈ જ અત્યાચાર કરવામાં નહીં આવે. પરંતુ આ પરિવર્તન આવે ત્યાં સુધીમાં તો જૂના નિયમો એટલા બધા ઊંડા ઊતરી ગયા હતા કે કોઈ પણ બદલવાનું ન હતું. સાધુઓ માટે દરિયાપારનો પ્રવાસ નિષેધ હતો અને સામાન્ય માણસ માટે પણ જૈન તત્ત્વ ચિંતન અનુસાર બહુ મોટું કલંક ગણાતું. મુસાફરીને આ રીતે ટાળવાની પાછળ વિશ્વના બીજા હિસ્સાઓ અંગે નિરસતા અને નિરુત્સાહ હતો એ પણ કહી શકાય. કદાચ એટલા માટે કે જૈન ધર્મ ક્યારે પણ ધાર્મિક પરિવર્તન કરનારો ધર્મ નથી રહ્યો.
ચિત્રભાનુજી મુક્ત આત્મા ધરાવતા અને મોકળા મિજાજના સાધુ હતા, જેમણે આ સદીઓ જૂનું બંધન તોડવાનો નિર્ણય કરી લીધો હતો. વિદેશીઓ જેમણે પોતે ક્યારેય પણ મહાવીરની અહિંસા વિશે નહોતું જાણું; તેમને આ વિશે જાણકારી આપવાની વાતથી જ ચિત્રભાનુજી ખૂબ છલકાઈ ઊઠ્યા હતા. તેમને ખ્યાલ આવ્યો હતો કે તે પશ્ચિમના લોકો સાથે આ રીતે વાત કરીને જૈન ધર્મ સાથે તેમનો સીધો મેળાપ કરાવી શકશે અને પશ્ચિમના ઉપભોક્તાવાદી અને યુદ્ધથી ઘેરાયેલા વિચારો સામે આ ખરેખર સાચો નવો વિકલ્પ ખડો કરશે. શક્ય બને કે જૈન ધર્મને પગલે તેઓને અત્યંત શાંતિનો અનુભવ થાય. અને જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોને પગલે તેમને દરેક જીવ પ્રત્યે માનની લાગણી પણ પેદા થાય.
સ્વાભાવિકપણે જ ૧૮૯૩માં શિકાગોમાં યોજાયેલી વૈશ્વિક ધર્મ પરિષદમાં જૈન ધર્મને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરનાર જૈન વિદ્વાન વીરચંદ રાઘવજી ગાંધી જે ચિત્રભાનુજીના પણ પ્રિય પ્રેરણાદાયી નાયક હતા. તેમણે ગુરુજીને ખૂબ ઉત્સાહ અને પ્રેરણા આપ્યાં હતાં. ચિત્રભાનુજીને ખૂબ સારી રીતે ખબર હતી કે વીરચંદ ગાંધીના શિકાગો મિશનને પગલે તેમને વતનમાં જૈન સમાજનો ભારે રોષ વેઠવો પડ્યો હતો. દરિયાઈ સફર કરીને વિદેશ ગયેલા વીરચંદ ગાંધીને ખૂબ ટીકા વહોરવી પડી હતી. કારણ કે એ સમયે કોઈ પણ સામાન્ય માણસ પણ જો વિદેશપ્રવાસ કરે તો તે અપવિત્ર ગણાતો. વીરચંદ ગાંધી ૧૯૦૧માં ૩૭ વર્ષની વયે ગુજરી ગયા હતા. અને ત્યાર બાદ તે જૈન વિદ્વાનોની કેટલીયે પેઢીઓ માટે આદર્શ સાબિત થયા હતા. તેમના માનમાં જ ડિવાઈન નૉલેજ
- ૯૩ -
ચિત્રભાનુજી