________________
આખરે
દયા ખાવી આત્મા વગરના શબ્દ “આખરે” કારણકે તે
આપણી જ ઉર્ધ્વગતિને અવરોધે છે.
તકલીફ કે પ્રાસકાઓમાં ડૂબેલા હોઈએ ત્યારે જ
આ હીનભાવ મોઢેથી નિસરી પડે છે
તકલીફનાં ઉદાસીન વાદળોની સામે પડીને જ આપણે એમાં સંતાયેલા સુખના સૂરજને આમંત્રણ આપી શકીએ છીએ
– ચિત્રભાનુજી
પ્રકરણ ૧૦:
બંધન અને મુક્તિ
૯૬૮ની સાલમાં ચિત્રભાનુજીને કલકત્તામાં તે વખતની જ સ્થપાયેલી
“સ્પિરિચ્યુંઅલ સમિટ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું. આ છે કૉન્ફરન્સની સ્થાપનાનો મૂળ વિચાર અમેરિકામાં જન્મ્યો હતો. જે સમયાંતરે “ટેમ્પલ ઑફ અન્ડરસ્ટેન્ડિગ”ના નામે ઓળખાતી થઈ હતી. તે એક નોન-પ્રોફિટ શૈક્ષણિક સંસ્થા તરીકે વિકસી હતી. અંદાજે ૮૦ જેટલા ધર્મગુરુ, વિદ્વાન અને વિદ્યાર્થીઓ અલગ અલગ ૬૬ દેશમાંથી ઉત્સાહપૂર્વક આ પહેલી આવૃત્તિમાં ભાગ લેવા માટે હાજર રહ્યા હતા. આ કૉન્ફરન્સ પાછળનો મુખ્ય હેતુ અને વિચાર માનવના પરિવારનું જે માળખું છે તેના પાયારૂપ ઐક્યને વૈશ્વિક સ્તરે ઓળખ આપવાનો હતો અને સાથે એક એવી સંસ્થા ઊભી કરવાનો પણ હતો કે જે સ્પિરિચ્યુંઅલ યુનાઈટેડ નેશન્સ તરીકે કામ કરે. કૉન્ફરન્સના આયોજકોને ચિત્રભાનુજી વિશે ઉદ્યોગપતિ શ્રી એમ. કે. બીરલા મારફતે જાણવા મળ્યું હતું. જે ઈન્ટરનેશનલ કમિટીના અધ્યક્ષ હતા. પરંતુ કેટલાંક પહેલેથી નિશ્ચિત કાર્યોને લીધે ચિત્રભાનુજી પોતે કલકત્તા ન જઈ શક્યા. તેમણે પોતે ન જતાં તેમનાં શિષ્યા કુમારી વત્સલા અમીનને કલકત્તા મોકલ્યાં. તેઓ વ્યવસાયે ખૂબ કાબેલ વકીલ હતાં અને તેમણે કૉન્ફરન્સમાં ગુરુજીનું એક પ્રવચન વાંચ્યું.
કૉન્ફરન્સમાં તેમની રજૂઆત એટલી બધી પ્રભાવી હતી કે ઘણા બધા પ્રતિનિધિને
- ૯૧ -
ચિત્રભાનુજી