________________
નહીં. મૈન્યુઅલ ને ભાષા તો નહોતી ખબર પડતી, પણ તેમને ચિત્રભાનુજીની હાજરીમાં જે શાંતિ અને પ્રેમનો અનુભવ થતો હતો તે ખૂબ પસંદ હતો. જ્યારે સ્પેન નીકળવાનો સમય આવ્યો ત્યારે તે ખૂબ લાગણીશીલ થઈ ગયો. તેણે ચિત્રભાનુજીના ખોળામાં પોતાનું માથું ધરી દીધું અને બાળકની જેમ રડ્યો. પછીથી ચિત્રભાનુજીએ તેને સ્પેનમાં ધી બિકન પુસ્તકની નકલ મોકલી. મેન્યુઅલે તેમને લખ્યું કે મને ખરેખર એવું લાગે છે કે આ પુસ્તક જાણે કે કોઈ દૈવી આત્મા માણસ સાથે વાત કરી રહ્યા છે. જ્યારે જ્યારે હું તેને વાંચું છું ત્યારે મારી આંખોમાંથી આંસુ રેલાય છે. તે મને સમય અને સ્થળકાળની પર લઈ જાય છે અને મને લાગે છે કે હું મારી જાત સાથે વાત કરી રહ્યો છું. ઘણી વાર હું મારી જાતને વિવિધ સ્વરૂપોમાં જોઉં છું અને એમાં એક તમે પણ હોવ છો. ક્યારેક મને લાગે છે કે મને આત્મજ્ઞાન થાય તેમાં હવે બહુ સમય બાકી નથી.
આમ જેમ વધારે ને વધારે અમેરિકનો તથા યુરોપિયનો ચિત્રભાનુજીના સંદેશથી પ્રભાવિત થતા ગયા તેમ તેમને પણ લાગતું કે પોતે પણ સમૃદ્ધ થઈ રહ્યા છે. તેમને વિદેશીઓના જીવન પ્રત્યેનો પ્રેક્ટિકલ અભિગમ પસંદ આવ્યો. અને કોઈ પણ પ્રશ્નનો ઉકેલ અને સીધી રીતે જવાબ મેળવવાનો અભિગમ પણ તેમને ખૂબ ગમતો. ચિત્રભાનુજી એ સમજ્યા કે વિદેશીઓમાં તેમની ભૌતિકવાદી જીવનશૈલી બદલીને ધ્યાન શીખવાની ઊંડી ઇચ્છા હતી. વર્ષો સુધી વિવિધ વિદેશીઓ સાથે થયેલી મુલાકાતના પ્રસંગોએ જાણે કે ચિત્રભાનુજીની ભીતર તેના પડઘાઓની શૃંખલા ઊભી કરી દીધી. આ લાક્ષણિક પરિવર્તનો આવનારા વર્ષોમાં સંપૂર્ણ પ્રભાવી સાબિત થવાનાં હતાં.
- ૮૯ -
ચિત્રભાનુજી