________________
૧૯૬૭માં ગુજરાતમાં પણ કારમો દુકાળ પડ્યો. ચિત્રભાનુજીએ ખાસ કરીને આદિવાસીઓ માટે ધરમપુર જિલ્લામાં રાહત છાવણી શરૂ કરી. આઠ દિવસ પછી ગુજરાત રાજ્યએ એ રાહત કેન્દ્ર પોતાને હસ્તગત કર્યું.
રવિશંકર મહારાજ એક ખૂબ જ સન્માનનીય અને સામાજિક સુધારક હતા. તેમણે દુકાળગ્રસ્તો માટે ચિત્રભાનુજીએ એકઠાં કરેલાં ભંડોળના ઉપયોગનું નિરીક્ષણ શરૂ કર્યું. તે જ વર્ષે ચિત્રભાનુજીએ મહારાષ્ટ્રના કોઈનામાં ભૂકંપ પીડિતોને પણ મદદ કરી. ૧૯૬૮માં સૂરત નજીક રહેતા લોકો અતિવર્ષા અને પૂરનો શિકાર બન્યા. કાવસ નામનું એક ગામડું સાવ ધોવાઈ ગયું. ફરી એક વાર ડિવાઈન નૉલેજ સોસાયટીએ મળેલાં દાનનો ઉપયોગ કરીને એ ગામડું રવિશંકર મહારાજના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયું. આ બધી સહાયને પગલે ખડા થયેલાં ગામને લોકોએ નામ આપ્યું “સુવાસ'.
આપણે જે આપણા લોકો માટે કરીએ છીએ તે જ આપણે આપણી જાત માટે કરીએ છીએ.” ચિત્રભાનુજીએ એક વાર કહ્યું હતું કે “બીજાનું દર્દ દૂર કરીને આપણે આપણું પોતાનું દર્દ દૂર કરીએ છીએ.”
જેમ કહેવાય છે કે પ્રેમ અને સુવાસ છૂપાં નથી રહી શકતાં એવી રીતે જ ચિત્રભાનુજીનો સંદેશો અને તત્ત્વચિંતન તેમનાં પુસ્તકો દ્વારા વિશ્વના અલગ અલગ ખૂણે પહોંચવા માંડ્યું. એવા લોકો જેમણે તેમના વિશે સાંભળ્યું હતું અથવા એમનાં પુસ્તકો વાંચ્યા હતાં એમના સંદેશને યુરોપ, અમૅરિકા, આફ્રિકા અને એશિયાના બીજા ભાગોમાં લઈ જઈ રહ્યાં હતાં. તેમનું પુસ્તક “ધી બિકન” કેટલીક યુનિવર્સિટીમાં ફિલોસોફીના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરાયું હતું. મેસીટ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના પ્રોફેસર હ્યુસ્ટન સ્મીથે લખ્યું કે “ધી બિકનીમાં સંસ્કૃતીઓની મેળવણીની વાત કરી છે જેની હું પ્રશંસા કરું છું અને તે માટે જ હું એને મારા વિદ્યાર્થીઓ સાથે વહેંચી રહ્યો છું.'
સાથે કેટલાક વિદેશીઓ જે આત્મ શાંતિની ખોજમાં હતા તેમણે ડિવાઈન નૉલેજ સોસાયટીની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું, કારણ કે તેઓ ચિત્રભાનુજીને મળવા માગતા હતા. તેમને આવતાં પહેલાં હંમેશાં એવી અપેક્ષા રહેતી કે તે લોકો કોઈ ગંભીર વૃદ્ધ માણસને મળશે, પણ હંમેશાં ચિત્રભાનુજીમાં આકર્ષક અને બેફિકર એવા ધાર્મિક ગુરુને જોઈને તેમને ખૂબ આનંદ થતો.
- ૮૭ -
ચિત્રભાનુજી