________________
એક સમયે ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમના કેટલાક સભ્યો તેમને મળવા આવ્યા હતા. તેમણે ગુરુજીની આધ્યાત્મિક અને શારીરિક શક્તિઓ વિશે સાંભળ્યું હતું અને તેઓ આ અણધાર્યા મેળને પગલે બહુ આશ્ચર્યચકિત થતા. તેમને બહુ ઉત્સુકતા હતી કે બે બાબતો એક વ્યક્તિમાં કઈ રીતે હોઈ શકે છે. તેમના મનમાં સૌથી મોટો પ્રશ્ન એક જ હતો કે કઈ રીતે ગુરુજીએ ક્યારે પણ માંસ ન ખાઈને આટલું બધું જોમ અને ઊર્જા જાળવી રાખ્યાં છે. ચિત્રભાનુજી હસ્યા અને એમણે મુલાકાતીને કુદરતનું ઉદાહરણ આપ્યું. નાનકડા બીજમાં કેટલી શક્તી રહેલી છે તે જુઓને. તે નક્કર ધરતીને ધકેલીને પોતાનો રસ્તો આગળ શોધે છે. શાકભાજી વગેરે સૂર્યની ઊર્જા મેળવે છે અને માણસોને જરૂરી બધાં જ પોષક તત્ત્વો પૂરાં પાડે છે.
ક્રિકેટરોએ તેમને તેમના શાકાહાર વિશે અને સાદી જીવનશૈલી વિશે પણ ઘણા સવાલો કર્યા. ચિત્રભાનુજીએ તેમને ધીરજપૂર્વક જવાબ આપ્યા અને આ વિશે પોતાના વિચારોને સંપન્ન કરતાં કહ્યું કે મને ખબર પડી છે કે મને જેટલી ઓછી જરૂર પડે છે તેટલો જ મારે ઓછો આધાર રાખવો પડે છે અને જેટલો મારે ઓછો આધાર રાખવો પડે એટલી જ પીડા પણ ઓછી અને જેટલી પીડા ઓછી તેટલી વધારે ખુશી અને સુખ અને સુખ કે આનંદ તો વ્યક્તિના માનસિક અભિગમ પર આધાર રાખે છે. તેની પાસે શું છે તેની પર આધાર નથી રાખતો. આવું તેમણે એક તેજસ્વી સ્મિત સાથે કહ્યું. ચિત્રભાનુજીએ ક્રિકેટરોને “ધી બિકન” પુસ્તકની નકલો આપી. તેમણે નમન કરીને ગુરુજીના આશીર્વાદ લીધા. દરેકેદરેકને પરમાનંદ અને સંતોષની અનુભૂતિ થઈ તેમને મળ્યા પછી. ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, જર્મની, ફ્રાંસના ઘણા વાંચ્છુકો ચિત્રભાનુજી પાસે માર્ગદર્શન અને આશીર્વાદ મેળવવા આવતાં. મૅન્યુઅલ નામના એક સ્પેનિશ માણસે આધ્યાત્મિકતાની નિષ્ફળ શોધનાં સાત વર્ષ બાદ ચિત્રભાનુજીને શોધ્યા તે ચિત્રભાનુજીના નિર્મમ અભિગમથી પ્રભાવિત થઈ ગયો હતો. સૌથી પહેલાં તો તેમણે મેન્યુઅલને કોઈ જ તૈયાર ઉકેલ નહોતા બતાવ્યા. તેમણે મેન્યુઅલને માત્ર ધ્યાન કઈ રીતે ધરવું એ શીખવાડ્યું જેથી તેને આત્મવિશ્લેષણ કરવાની, પોતાનું મન પારખવાની સમજ પડે. ચિત્રભાનુજીએ તેને કહ્યું કે તેણે કોઈ ચોક્કસ સાધુ કે કોઈ ચોક્કસ વસ્ત્રો ધારણ કરવાની કે ધારણ કરનારી વ્યક્તિને અનુસરવાની જરૂર નથી. જેના મનમાં અર્થપૂર્ણ વિચારો હોય છે તેવી દરેક વ્યક્તિ સાધુ જ છે. વિચારોની શક્તિ ખૂબ મહાન છે. સૌથી ખરાબ સ્થિતિમાં પણ ઉત્તમ વિચારો કરો. દરેક વિચારને કાળજીથી પસંદ કરો. દરેક વિચાર તમારે માટે મૂલ્યવાન હોય છે તેને સાચવો તેને આત્મસાત કરો અને જુઓ કે એમાંથી શું ઊગી આવે છે.
મૅન્યુઅલ ચિત્રભાનુજી સાથે કેટલાંક અઠવાડિયાં પસાર કર્યા. ચિત્રભાનુજી ગુજરાતીમાં બોલતા છતાં તે તેમના એક પણ વક્તવ્યમાં હાજરી આપવાનું ચૂકતો
યુગપુરુષ
- ૮૮ -