________________
મુંબઇના મેયર દ્વારા પર્યુષણ દરમિયાન કતલખાના બંધ રાખવા માટેનો વટહુકમ
આ પછી મુનિ ચિત્રભાનુજી અને તેમના સહાયકોને વધારે આશા જાગી. તેમને આશા હતી કે તેઓ કેન્દ્ર સરકારને ભારતનાં મોટાં શહેરોમાં નવાં કતલખાનાંઓ બનતાં અટકાવવા માટે સમજાવી શકશે. તેઓ એ પણ ઇચ્છતા હતા કે ૧૯૬૪થી શરૂ થયેલા ડુક્કરોના ઉછેરના કાર્ય પર સંપૂર્ણપણે રોક લગાડાય. મુનિશ્રી અને તેમના સાથીઓને તે પણ ચિંતા હતી કે મોટા પાયે માંસ, ચામડું અને અન્ય પ્રાણીજન્ય પેદાશોની નિકાસ જે ઘટી હતી તે ૧૯૬૫ સુધીમાં સ્થાનિક સરકારોએ ફરી વિચારવાનું શરૂ કરી દીધું હતું.
ફેબ્રુઆરી, ૧૯૬૫માં મુનિશ્રી ચિત્રભાનુજીએ મુંબઈના રહેવાસીઓના પ્રતિનિધિઓ અને ભારતના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી સાથે એક બેઠક યોજવાનો પ્રયત્ન કર્યો. પ્રખર વિદ્વાન અને ભારતના તે સમયના રાષ્ટ્રપતિ ડો. એસ. રાધાકૃષ્ણન પણ દિલ્હીમાં યોજાયેલી આ બેઠકનો એક હિસ્સો હતા. આ બેઠક કોઈ પણ નક્કર નિર્ણય વિના પૂરી થઈ. ૨૫ એપ્રિલ, ૧૯૬૫ના રોજ ચોપાટીના કાંઠે સર્વપ્રથમ સર્વધર્મ -સમભાવ સભાનું આયોજન થયું. મુનિ ચિત્રભાનુજીએ અંગત સ્તરે મુખ્ય ધર્મ અને સાંસ્કૃતિક સમૂહના અગ્રણીઓને આમંત્રણ આપ્યું. દરેક સમૂહના સભ્યએ આ મામલે પોતાના વિચારો વિવિધ જ્ઞાતિ અને સમુદાયના લોકો સામે રજૂ કર્યા.
- ૮૩ -
ચિત્રભાનુજી