________________
શ્રી વીરચંદ ગાંધીના તૈલ ચિત્રના અનાવરણ પ્રસંગે શ્રી લાલચંદ હીરાચંદજી
કાર્યક્રમના અંતમાં ચિત્રભાનુજીએ વક્તવ્ય આપ્યું. તેમણે વીરચંદ ગાંધીની જિંદગીને ધૂપસળી સાથે સરખાવી. જે પોતાની જાતને ખલાસ કરીને સુવાસ ફેલાવે છે. તેમણે વીરચંદની બાહોશ કાયદાકીય દલીલોને બીરદાવી જેના થકી તેમણે પાલીતાણા જનારા યાત્રાળુઓ ૫૨ લદાતો કર માફ કરાવ્યો. ત્યાર બાદ બિહાર રાજ્યમાં તેમણે સમેત શિખરજીની પવિત્રતા જળવાય તે માટે પણ પ્રયત્નો કર્યા હતા. સમેત શિખરજી એ જૈનો માટેનું અગત્યનું તીર્થ સ્થળ છે. વીરચંદ ગાંધીએ તેની આસપાસ ચાલતાં કતલખાનાંઓ બંધ કરાવ્યાં હતાં. મુનિ ચિત્રભાનુજીએ એકઠા થયેલા અગ્રણીઓને યાદ કરાવ્યું કે તેમના પહેલાં કે પોતાના પહેલાં તો વીરચંદજીએ અગત્યનો ફાળો આપીને જૈનો સમક્ષ કટોકટીના પ્રશ્નો મૂક્યા હતા. તેમણે તે સમયે મૂકેલા સવાલો આજે પણ પ્રસ્તુત હતા અને વર્તમાન સમયમાં પણ તેમની પર ધ્યાન આપવું જરૂરી બન્યું છે.
શ્રોતાઓ તરફ થતા ચિત્રભાનુજીએ શ્રોતાઓને જાણે પડકાર કર્યો પશ્ચિમમાં જૈન ધર્મનો સંદેશ લઈ જનાર એ નાયકને આપણી જ્ઞાતિ કઈ રીતે ભૂલી શકે? શું
ચિત્રભાનુજી
૮૧ -