________________
તેમની વાક્છટાથી, સાચા અંગ્રેજીથી અને અન્ય પશ્ચિમી વિદ્વાનોને ટાંકવાની તેમની કાબેલિયતથી શ્રોતાઓ ખૂબ પ્રભાવિત થયા હતા. અખબારો તો તેમનાથી એટલાં બધાં પ્રભાવિત થયાં હતાં એ તેમણે તેમના વિષે સમગ્રતામાં છાપ્યું હતું. એ ધર્મ પરિષદમાં કદાચ સૌથી સારી રીતે તૈયારી કરી આવનાર વીરચંદ એક માત્ર વ્યક્તિ હતા. જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોની ચર્ચા ઉપરાંત વીરચંદ ગાંધીએ ભારતની સૈકાઓ જૂની પરંપરાઓનો પણ ઉગ્ર બચાવ કર્યો હતો. તે એટલા બધા તેજસ્વી વક્તા હતા કે તે પરિષદમાં બોલનારા છ વક્તાઓમાંથી માત્ર તેમને જ સુવર્ણપદક એનાયત કરાયું. પરિષદમાં તેમની આ વિજય પ્રસ્તુતિ પછી તેઓ થોડાં વર્ષ યુ.એસ.એ.માં રહ્યા અને ત્યાર બાદ એક વર્ષ યુ.કે.માં રહ્યા. આ સમય દરમિયાન તેમણે ૩૦૦થી વધુ વક્તવ્યો આપીને પશ્ચિમી શ્રોતાઓને ભારતના પૌરાણિક અને મહાન જૈન ધર્મ વિશે રસપ્રદ ઇતિહાસ સાથે માહિતી આપી. આ ઉપરાંત તેમણે ભારતને સ્વતંત્ર, બિનસાંપ્રદાયિક લોકશાહી અને શાંતિપ્રિય દેશ બતાવીને તેનું જગતમાં શું સ્થાન હોઈ શકે એ પણ વાત કરી.
પરિષદ પછી જલદી જ સ્વામી વિવેકાનંદ વિશાળ આવકાર મેળવી ભારત પાછા ફર્યા. આ પછી તેમના અનુયાયીઓએ સ્વામી વિવેકાનંદની યાદ ને તેમનાં પુસ્તકો પ્રકાશિત કરીને અને વિવિધ શહેરોમાં તેમના પૂતળાં મૂકીને તેમની સ્મૃતિ કાયમ રાખી છે. અને તેનાથી સાવ અલગ જ્યારે વીરચંદ ભારત પાછા ફર્યા ત્યારે જૈન સમુદાયોએ દરિયાપારની મુસાફરી કરવાના પાપ બદલ તેમને નાત બહાર મૂક્યા. તેમને પોતાના ગુનાનો પસ્તાવો કરવા કહેવાયું અને નકામા ઇતિહાસના ડગલામાં જાણે તેમને ફગાવી દેવાયા અને જાણે તેમને હંમેશ માટે વિસરાવી દેવાનો પ્રયાસ થયો. તેઓ ૩૭ વર્ષની વયે ૧૯૦૧ની સાલમાં દુર્બોધતામાં - અપ્રસિદ્ધ સ્થિતિમાં ગુજરી ગયા.
તેના બરાબર ૭૫ વર્ષ પછી એ ચિત્રભાનુજી હતા જેમણે અદભુત નૈતિક હિંમત દાખવી અને પોતાની જાતિથી અયોગ્ય વ્યવહા૨ પામેલી એ વ્યક્તિને ફરી પ્રકાશમાં લાવવાનું અભિયાન આદર્યું. તેમણે દલીલ કરી કે જૈન સાધુઓને દરિયાપારનો પ્રવાસ કરવાની મનાઈ હોવાથી વીરચંદ જેવા વિદ્વાન નાગરિકોની ફરજ હતી કે જૈન ધર્મને વિશે વિદેશ મુસાફરી ખેડીને તેનો સંદેશ ફેલાવે. આમ કહી તેમણે વીરચંદનો બચાવ કર્યો. તેમણે જૈન અગ્રણીઓની બેઠક બોલાવી જેમાં અગ્રણી, વેપારી અને ઉદ્યોગકારો જેવા કે લાલચંદ હીરાચંદ, સી.ટી. શાહ અને રતિલાલ નાણાવટી હાજર હતા. તેમની સાથે તે આચાર્ય શ્રી સમુદ્ર સાગર જેવા જૈન સાધુ પણ હતા. આ મીટિંગ મુંબઈમાં શ્રી શાંતિનાથજી ઉપાશ્રયમાં યોજાઈ. પશ્ચિમમાં જૈન ધર્મની પતાકા લહેરાવા માટે તે દરેક વક્તાએ વીરચંદ ગાંધીની પ્રસંશા કરી. ઉદ્યોગકાર લાલચંદ-હીરાચંદજીએ વીરચંદ ગાંધીનું તૈલ ચિત્ર પ્રદર્શનાર્થે ખુલ્લું મૂક્યું.
યુગપુરુષ
- ૮૦ -