________________
નહીં કરે તે પોતાની જાતને જ ધિક્કારશે. માટે આ લોકો એ નથી કે જે યુદ્ધ શરૂ કરે છે. જેને આપણે બાહ્ય રીતે યુદ્ધ તરીકે જોઈએ છીએ તે ખરેખર તો આવા લોકોના તેમની પોતાની જાત પ્રત્યેના ધિક્કારનું જ એક સ્વરૂપ છે.”
જૈન આચાર્ય શ્રી વિજયવલ્લભસુરીજી કે જેમણે આ પહેલાં જૈનોના મોટા જૂથ શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસીને એક કરવાના પ્રયત્નો કર્યા હતા, તેમનાથી પ્રેરાઈને ચિત્રભાનુજીએ પણ મુંબઈના જૈનોને નિયમો અને પરંપરા પ્રત્યેના નાના મતભેદોને દૂર કરી એક થવા વિનંતી કરીને પ્રોત્સાહન આપ્યું. વર્ષો સુધી તેઓ ધાર્મિક તહેવારો અલગ અલગ ઊજવતા. પરંતુ ચિત્રભાનુજીના પ્રયત્નો અને આગ્રહને કારણે મુંબઈના જૈનોના ત્રણે સમૂહે બધા જ પ્રસંગોમાં સાથે મળીને ઉજવણી કરવાની શરૂઆત કરી. ચિત્રભાનુજીના અદભુત પ્રભાવ અને ચુંબકીય શક્તિને કારણે આ શક્ય બન્યું. સંકુચિત માનસવાળા જૈન સાધુઓને પણ ચિત્રભાનુજી ખૂબ જ ગમતા અને તેઓ તેમને એક ઉત્તમ વિચારક તરીકે સન્માન આપતા.
૧૯૬૩માં મહાવીર જયંતીની ઉજવણી કરવા માટે પ્રખ્યાત આઝાદ મેદાનમાં જૈન સાધુઓ અને નાગરિકોનો મેળાવડો થયો. જેમાં ધાર્યા કરતાં પણ ખૂબ મોટી સંખ્યા હતી. તે જ વર્ષે ચિત્રભાનુજીએ મહાવીર જયંતી લોકો સાથે ઊજવવા માટે એક બીજા કાર્યક્રમનું પ્રખ્યાત ચોપાટી પર આયોજન કર્યું. જે હંમેશાં યોજાતાં સ્થળો કરતાં જુદું સ્થળ હતું. આ પહેલી વાર બન્યું જ્યારે મહાવીર સ્વામીને સન્માનવા માટે બિનજૈનોનો મોટો સમુદાય એકઠો થયો. આવનારા વર્ષોમાં મહાવીર જયંતીનાં પ્રવચનોમાં આવનારાઓની સંખ્યા બે લાખ સુધી પહોંચી ગઈ. રાજકારણીઓ અને અન્ય ધાર્મિક આગેવાનો પણ ચિત્રભાનુજી સાથે મંચ પર જોડાતા જ્યારે તે મહાવીર સ્વામીના જીવનની અને માનવ જીવનમાં અહિંસાની અગત્યતાની વાત કરતા.
- ૭૫ –
ચિત્રભાનુજી