________________
ચિત્રભાનુજીએ તેમના શ્રોતાઓના મન પર તેમની હકારાત્મક અસર છોડવાનું ચાલુ રાખ્યું. તેમના અનેક અનુયાયીઓએ પોતાના જીવનમાં પરિવર્તન લાવવાની શરૂઆત કરી. તેમને ખાતરી થઈ ગઈ હતી કે તેઓ પોતે જ તેમના વિચારો અને કાર્યો માટે જવાબદાર છે. ચિત્રભાનુજીએ પોતે શીખેલા બોધપાઠ પરથી પોતાના અનુયાયીઓને શીખવ્યું કે આત્મામાં રહેલા નાનામાં નાના કણને કઈ રીતે દૂર કરીને આત્માને શુદ્ધ કરવો. જે લોકો આધ્યાત્મ પ્રત્યે ગંભીર હતા તેમણે પોતાના અભિગમમાં અને દૃષ્ટિકોણમાં તેમનાં પ્રવચનો પછી ચોક્કસ ફેરફાર જોયો.
પ્રાણીઓની સુરક્ષા એ ચિત્રભાનુજીના હૃદયનો સૌથી નિકટનો પ્રશ્ન હતો. મુંબઈમાં તેમનાં ચાર-પાંચ વર્ષોમાં ૬૦ના દાયકાના પૂર્વાર્ધમાં સમાન વિચારધારા ધરાવતા ઘણા લોકો આગળ આવીને તેમની સાથે જોડાવા તૈયાર થયા જેમાં કેટલાક શહેરના કોર્પોરેટર હતા, જેમની પાસે શહેરની મ્યુનિસિપાલટીમાં મત આપવાનો અધિકાર પણ હતો. તે સમયે સરકારી નેતાઓ આવક મેળવવાના નવા રસ્તા સૂચવી રહ્યા હતા અને તેમાંના ઘણા પ્રસ્તાવોમાં પ્રાણીઓ પરની હિંસા વધે તેવી શક્યતા હતી. માંસ, ચામડું અને અન્ય પ્રાણીજન્ય ઉત્પાદનોને વિદેશમાં નિકાસ કરવાની વાત ચાલી રહી હતી. આ યોજનાનો એક હિસ્સો વધારે કતલખાનાંઓ ખડાં કરવાનો પણ હતો. ચિત્રભાનુજીએ આ વિચારો વાસ્તવિકતામાં ફેરવાય તે પહેલાં વિરોધ પ્રદર્શનો અને બેઠકોનું આયોજન કર્યું.
ચિત્રભાનુજીને સમજ પડી ગઈ હતી કે આ વિચારધારાનું મૂળ જીવન અને જાત પ્રત્યેની અવગણના હતી. તેમના ઘણા શ્રોતાઓને તો ખબર પણ ન હતી કે આ કતલખાનાંઓમાં પ્રાણીઓ સાથે કેટલી આકરી હિંસા કરવામાં આવે છે. મૂંગા મોઢે પોતાના સાથીઓની કતલ થતી જોનારા આ જીવો પર શું વીતે છે તેનો પણ તેમને ખ્યાલ ન હતો. વાછરડાં, ભૂંડનાં બચ્ચાં, બકરીઓ અને મરઘીઓને કેવી પીડામાંથી પસાર થવું પડતું હતું અને જ્યારે તેમને નાનપણમાં જ તેમની માતા પાસેથી ઝૂંટવી લેવામાં આવતાં ત્યારે તે માતાઓને પણ કેટલી પીડા થતી તેનો પણ લોકોને ખ્યાલ ન હતો. ઘણા બધા લોકોએ આ આઘાત પહોંચાડનારી વિગતો પહેલી વાર સાંભળી હતી.
ચિત્રભાનુજીએ કહ્યું કે કતલખાનાની એક માત્ર મુલાકાતમાં તેમને સમજાઈ ગયું કે જ્યારે તેમને પોતાની માતાઓ પાસેથી ખેંચી જવાય છે ત્યારે તેમની આંખોમાંથી દેખાતો આઘાત અને ભય આકરામાં આકરી વ્યક્તિને પણ પીગળાવી દેવા પૂરતો હોય છે. આ ક્રૂરતાથી મેળવેલી આવક કઈ રીતે કોઈ માટે આશીર્વાદ રૂપ હોઈ શકે? મહાવીર કહેતા કે તમે જે પાછું ન આપી શકો ને એ તમારે ન લેવું જોઈએ. તમે
- ૭૦ -
ચિત્રભાનુજી