________________
આસક્તિનું જાળું
આસક્તિ કરોળિયાનાં જાળાં જેવી છે. તે દેખાવમાં તો ખૂબ જ કલાત્મક અને સુંદર લાગે છે. પણ તેની વાસ્તવિકતા છેતરામણી હોય છે.
કરોળિયો જાળું તો ગૂંથી કાઢે છે, પણ પછી પોતાની જાતને પણ એમાંથી છોડાવી શકતો નથી. તે પોતાના જ વણેલા આ જાળામાં લપેટાયેલી જાતને બહાર કાઢવા જેટલો પ્રયત્ન કરે છે એટલો જ વધારે જાળમાં ફસાતો જાય છે.
સાવધાન.... તમે પણ ક્યાંક તમારા જ બનાવેલા આસક્તિના જાળામાં લપેટાઈ ન જતા.
પ્રકરણ ૯ઃ
લોકચાહના વધે છે
– ચિત્રભાનુજી
મું
બઈ જતાં પહેલાં ચિત્રભાનુજીએ અમદાવાદની સાબરમતી જેલના કેદીઓને અંતિમ વક્તવ્ય સંભળાવ્યું. તેમણે કેદીઓ સાથે ખૂબ સ્નેહથી વાત કરી. તેમણે કહ્યું કે ‘હું જ્યારે આ જેલના મોટા દરવાજામાં પ્રવેશ્યો ત્યારે મને વિચાર આવ્યો કે શું આપણે બધા કોઈ ને કોઈ રીતે કેદ નથી ? કોઈ જેલના સળિયા પાછળ છે. પણ, બાકીના બધા તો પોતાની ઇચ્છાઓના જ કેદી છે. આ સળિયાના પાછળથી તો તમે ક્યારેક છૂટી શકશો પણ લાલચ અને મોહની જે સાંકળે તમને બાંધી રાખે છે તેનું શું? તમે તે તોડી શકશો? તમે રાજા હો કે ભિક્ષુક હો, સંત હો કે ગુનેગાર હો, આ સાંકળો તોડી નાખવાનું જ સૌથી અઘરું હોય છે. મહાત્મા ગાંધી પણ તો આ જ જેલમાં કેદી હતા. પણ તેમનો હેતુ જુદો હતો. તેઓ અલગ વિચારધારા ધરાવતા હતા. તેમણે જેલના સળીયાઓને ક્યારેય બંધન તરીકે ન જોયા. દુનિયાએ એમને કેદી કહ્યા પણ એ તો ખરેખર સ્વતંત્ર હતા. એ હંમેશાં કહેતા,‘હું જેલમાં નથી હું તો મહેલમાં છું.'
૭૧ -
ચિત્રભાનુજી