________________
દિશાઓ શોધવાની તપાસ પણ શરૂ કરી ન હતી. પણ હવે તેમને એક નવી આઝાદીનો અનુભવ થયો અને કર્મ કરવા માટે એક નવી સ્ફુરણા મળી. નવા વિચારો, નવા તરંગો અને અજાણી લાગણીઓ જાણે તેમને પ્રોત્સાહિત કરીને નવી જ દિશા સૂચવી રહી હતી.
તેમનું હૈયું મુંબઈ તરફ ફર્યું. ભારતનું સૌથી આધુનિક, રંગીન અને ઔદ્યોગિક અને વિશાળ દુન્યવી શહેર માયાનગરી મુંબઈ. અમદાવાદના લોકોએ તેમને ત્યાં રોકાવા માટે ખૂબ વિનંતી કરી પણ એમણે મુંબઈ જવાનું નક્કી કરી લીધું હતું.
અને તે જ નોંધપાત્ર નિર્ણયે ચિત્રભાનુજીના જીવનના ભવ્ય પ્રસંગોની હારમાળા સમાન પ્રકરણોની શરૂઆત કરી.
....
- ૬૯ -
ચિત્રભાનુજી