________________
સૌથી આકરાં દુઃખ વહેંચ્યાં હતાં. તેમણે ચિત્રભાનુજીની મા અને નાની બહેનનાં મૃત્યુ જેવી કપરી ક્ષણોમાં પણ સાથે સમય પસાર કર્યો હતો. ચિત્રભાનુજીના પિતાજીએ તેમના બધા જ અવતારો જોયા હતા. નાનકડા તોફાની બાળકથી લઈને ટીખળ કરનારો કિશોર, જે પછીથી એક સમજુ યુવક બન્યો અને જેણે સંસાર ત્યજીને દીક્ષા લીધી. ચિત્રભાનુજીના દીક્ષા સમારંભમાં હાજર રહેનાર તેમના એકમાત્ર કુટુંબીજનમાં તેમના પિતા હતા. તેમના આધ્યાત્મિક ગુરુ પણ એક જ હતા. તેમણે ઘણી બધી તીર્થયાત્રાઓ એક સાથે કરી હતી. સાધુત્વનાં સત્તર લાંબા વર્ષોમાં તેઓ ક્યારેય જુદા ન પાડી શકાય તેવા આત્મીય સાથી હતા. તેઓ સાથે વિહાર કરતા, શીખતા અને સાથે જ શિખવાડતા અને હવે આવો સાથી ચાલ્યો ગયો હતો.
પિતા સાથેના ઊંડા ઘેરા સબંધને કારણે ચિત્રભાનુજીએ સજાગ રીતે પોતાના ઘણાં બધાં ધ્યાન દરમિયાન પોતાની જાતને પિતાની ચિરવિદાય માટે તૈયાર કરી હતી, પણ જયારે ખરેખર એ ક્ષણ નજર સામે આવીને ઊભી રહી ત્યારે એમને માટે એ સત્ય સ્વીકારવું બહુ જ અઘરું હતું. અચાનક જ ચિત્રભાનુજીને પિતાએ સવારે કરેલી ભગવાન મહાવીરના શિષ્ય ગૌતમની વાતના બધા જ શબ્દો યાદ આવવા લાગ્યા. ત્યારે તેમને સમજાયું કે પિતાએ તેમના મૃત્યુને નજીક જાણી લીધું હતું. તેમને સ્પષ્ટતાથી યાદ આવ્યું કે તેમના પિતા પોતે જયારે જુવાન હતા ત્યારે તેમને શું કહેતા. પિતા તેમને કહેતા કે જો હું ખૂબ પીડામાં કે વ્યાકુળતામાં મૃત્યુ પામું તો તને સમજાઈ જશે કે મારી આધ્યાત્મિકતાનો કોઈ અર્થ ન હતો. તેમણે આ શબ્દોનો વિચાર કરવાનું ચાલુ કર્યું. મારા પિતાના આત્માએ એમના શરીરને ખૂબ શાંતિથી ત્યજર્યું છે. કોઈ જ પ્રકારની પીડા કે હેરાનગતિ તેમણે જોઈ નથી. તેમની આધ્યાત્મિકતા એળે નથી ગઈ. તેમને ખબર હતી કે જીવન કેવી રીતે જીવવું. તે ખૂબ જ સુંદર જીવન જીવ્યા. ખૂબ ગરિમા સાથે. તેમનું જવું ખરેખર ખૂબ વિનયી અને સન્માનપૂર્ણ હતું. ખરેખર જો એક વ્યક્તિ કેવી રીતે જીવવું એ શીખી જાય તો જીવનના ચિરંતન બ્રહ્માંડમાં વિદાય લેવી ખૂબ શાંતિમય થઈ જાય છે. આવનારા દિવસોમાં ચિત્રભાનુજી લાગણીઓના ઉતાર-ચઢાવથી પર થયા. ટૂંક સમયમાં અમદાવાદના જૈનોએ નવરંગપુરા મંદિરના નામે એક નવું મંદિર ખડું કર્યું. મુનિ ચંદ્રકાંત સાગરજીનું સપનું આ રીતે હકીકતમાં ફેરવાઈ ગયું. ગુરુદેવની જિંદગીમાં હવે બાહ્ય પરિવર્તન આવ્યું હતું - જે તેમના પિતાની નિર્મળ હાજરીના ખાલીપાને ભરી રહ્યું હતું. જેને કારણે અંતરને વલોવાનો એક નવો જ તબક્કો શરૂ થયો. ચિત્રભાનુજીને એ ખ્યાલ આવી ગયો હતો કે એમનું લક્ષ્ય અમદાવાદ પૂરતું સીમિત રહેવાનું ન હતું, ન તો કોઈ ગ્રામીણ સાધુ તરીકે જીવન પસાર કરવામાં રહ્યું હતું. અત્યાર સુધી પોતાના કરતાં વધુ ચુસ્ત રીતે પરંપરાઓને અનુસરનારા પિતાની છત્રછાયા હેઠળ હોવાને કારણે તેમણે પોતાની જાત માટે નવી
યુગપુરુષ
- ૬૮ -