________________
ખોળામાં માથું મૂકવા કહ્યું. મુનિ ચંદ્રકાંત સાગરજી હળવેથી આડા પડ્યા અને તેમણે દીકરાના ખોળે માથું મૂક્યું. ચિત્રભાનુજી હળવે હાથે પિતાની છાતી પર હાથ પસવારતા ગયા અને સાથે સાથે નવકાર મંત્ર પણ બોલતા ગયા. પિતા પણ પુત્રની સાથે મંત્રજાપ કરવા લાગ્યા. તેમનો અવાજ ધીમો હતો.
ઓમ નમો અરિહંતાણં
ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો આયરિયાણં ઓમ નમો ઉવજઝાયાણં નમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સવ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલ
થોડી જ ક્ષણોમાં મુનિ ચંદ્રકાંત સાગરજીનું મોં ખુલ્લું રહી ગયું અને તેઓ પોતાના પુત્રના ખોળામાં જ સ્થિર થઈ ગયા.
ચિત્રભાનુજીના એક ડૉક્ટર શિષ્યએ ત્યારે તેમના પિતાની તપાસ કરીને કહ્યું કે, “તે ચાલ્યા ગયા છે.”
ચિત્રભાનુજીએ તેમને સહેજ અકળાઈને પૂછ્યું કે, “આ તમે શું બોલી રહ્યા
છો?”
તો જવાબ મળ્યો કે “તમારા પિતા ગુજરી ગયા છે.'
ચિત્રભાનુજીને તે સમયે કંઈ સમજ જ ન પડી, “ગુજરી ગયા છે એ કેવી રીતે શક્ય બને? હજી એક ક્ષણ પહેલાં તો તે જીવિત હતા. એ બસ આ ક્ષણભરમાં ચાલ્યા
ગયા?”
ચિત્રભાનુજીને મનમાં રોષ ભરાઈ આવ્યો. અને ખૂબ જલદી એ રોષ ઊંડી પીડામાં ફેરવાઈ ગયો. વાસ્તવિકતા ગળે ઉતારતાં તેમને ઘણા કલાકો થયા.
આ જ એક વ્યક્તિ હતી જે તેમના માટે પિતા અને માતા બંને બનીને જીવી હતી. તે તેમના મિત્ર, માર્ગદર્શક અને આધ્યાત્મિક ભ્રાતા પણ હતા. તેમણે જીવનનાં
- ૬૭ -
ચિત્રભાનુજી