________________
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે,
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોનાં ચરણકમળમાં, મુજ જીવનનું અર્થ રહે,
દીન, કૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે,
માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું,
ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે, વેરઝેરનાં પાપ ત્યજીને, મંગળ ગીતો સૌ ગાવે.
આ ગીત સીધું જ ગુરુદેવનાં હૃદયમાંથી હૃર્યું હતું અને તે એકદમ શુદ્ધ તથા શક્તિશાળી હતું. તે સરળ છતાં તરત હોઠે ચઢી જાય તેવું હતું અને સ્વાભાવિક છે તે બહોળા વર્ગ સુધી પહોંચવાનું હતું. આ ગીત કોઈ પણ ધર્મ, સંપ્રદાય કે ઈશ્વરનાં બંધનોથી મુક્ત હતું. તેમાં કોઈ દેવી-દેવતાઓની વાત નહોતી, બલકે તેમાં સમગ્ર માણસ જાતને સુંદર અને અસરકારક રીતે આખા વિશ્વમાં સંદેશો પહોંચાડી શકવાની ક્ષમતા હતી.
ત્યાર પછી ગુરુદેવ અમદાવાદ પાછા ફર્યા. તેઓ ઘાયલ અને તરછોડાયેલા પ્રાણીઓ માટે વિશેષ સેવા અને સારવાર કેન્દ્ર શરૂ કરવામાં વ્યસ્ત થઈ ગયા. એક દિવસ ચિત્રભાનુજી તેમનું સ્તવન, તેમનું સર્જન મોટા અવાજે ગાઈ રહ્યા હતા ત્યારે જ એક પ્રોફેસર ડો. દેસાઈ તેમને મળવા આવ્યા. તેમના કાને આ સર્જનના શબ્દો પડ્યા. તેમણે પૂછ્યું કે આ કાવ્ય ક્યાંથી આવ્યું? ચિત્રભાનુજીએ તેમને જવાબ આપતાં કહ્યું કે અરે આ ગીત (સ્તવન)... એ તો મને સૂઝયું હતું માઉન્ટ આબુમાં, આ રચના મને પ્રેરણા આપે છે. હું ઘણી વાર એ ગીત મારી જાતને જ ગાઈને સંભળાવતો હોઉં છું. ડૉ. દેસાઈએ કહ્યું કે શું તમે આ ગીત એક વાર પહેલેથી ગાશો? તેમની વિનંતી તરત જ સ્વીકારાઈ ગઈ. પ્રોફેસર આ સ્તવન સાંભળીને એટલા દ્રવી ઊઠ્યા કે તેમણે ચિત્રભાનુજીને આજીજી કરી, આગ્રહ કર્યો કે તેઓ તેમને આ ગીત પ્રકાશિત કરવાની છૂટ આપે, પરવાનગી આપે. ચિત્રભાનુજીએ તરત તેમને સંમતિ આપી. તેમને કલ્પના પણ ન હતી કે તેમનું આ નાનકડું કાવ્ય એટલું બધું પ્રચલિત થઈ જશે અને તે
- ૬૫ -
ચિત્રભાનુજી