________________
ચિત્રભાનુજીના શબ્દો સાંભળીને કેટલાક કેદીઓનાં આંખમાંથી આંસુ સરી પડ્યાં. ચિત્રભાનુજીએ તેમની વાત આગળ વધારી. ‘અઢી વર્ષ પછી જ્યારે જેલના અધિકારીઓએ આવીને તેમને કહ્યું કે ગાંધીબાપુ હવે તમે મુક્ત છો, તમે જઈ શકો છો ત્યારે તેમણે જવાબ આપ્યો કે શું? હું હમણાં ન જઈ શકું. હું જેલના કેદીઓને ખાદી કાંતતાં શીખવું છું અને એ શિક્ષણના હજી આઠ દિવસ બાકી છે. હું હમણાં નહીં જાઉં, અધિકારીઓ ગૂંચવાઈ ગયા હતા. તેમણે કહ્યું કે જો તમારે રહેવાનું જ હોય તો અહીં રહેવા માટે તમારે ભાડું ચૂકવવું પડશે. આખરે તેમણે ગાંધીજીને આગ્રહ કરી જેલમાંથી મુક્ત કર્યા. એટલે હું તમને જે કહેવા માગું છું એ આ છે, એટલે એ તમારો અભિગમ છે, તમારો હેતુ છે, તમારો અર્થ છે. જે તમને જેલના સળિયાને સળિયા તરીકે જોવા કે પછી કોઈ હકારાત્મક કારણ માટે તમારી ઊર્જાનો ઉપયોગ કરવા પડકારતી વસ્તુ માટે જુઓ છો. ચિત્રભાનુજીનું આ પ્રવચન ત્યાર બાદ તેમના પ્રખ્યાત પુસ્તક “બૉન્ડેજ એન્ડ ફ્રીડમ” એટલે કે ‘‘બંધન અને મુક્તિ”નું મૂળ બન્યાં.
✩ ✩
‘‘સુશિક્ષિત, વિદ્વાન, ધાર્મિક, વિદ્વાન ધર્મ ગુરુ, પ્રખર વક્તા મુનિરાજ શ્રી ચિત્રભાનુજી જેમણે પોતાના વાકપ્રવાહથી ગુજરાત અને સૌરાષ્ટ્રનાં સ્ત્રીઓ અને પુરુષો ને આકર્ષિત કર્યાં છે તે મુંબઈ આવી રહ્યા છે. આ ફરતી પ્રતિભાએ-વિભૂતિએ અમદાવાદ છોડ્યું છે તથા તેઓ વિહાર કરી રહ્યા છે. તેઓ સાબરમતી, નડિયાદ, ભરૂચ અને સુરતમાં રોકાઈને પ્રવચન આપશે. મુંબઈ શહેરને તેમને સાંભળવાની પ્રખર તક મળશે.’’
મુંબઈના એક ગુજરાતી અખબારમાં આ જાહેરાત પ્રકાશિત થઈ અને શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ. આ જાહેરાતની સવારે ગુરુદેવ અમદાવાદથી નીકળી ચૂક્યા હતા.
તે મુંબઈમાં પ્રવેશીને ચાલી રહ્યા હતા, વિહાર કરી રહ્યા હતા ત્યારે તેમણે બાન્દ્રામાં કેટલાંક કસાઈખાનાં જોયાં.
તેમણે વિચાર્યું કેઃ આ નફાની લાલચ અને જીવનના મૂલ્ય પ્રત્યેની ઘોર અવગણનાનું કારણ છે. એટલા માટે જ આજે પણ ગાય એ જમીન પર અસુરક્ષિત છે જ્યાં તેને હજારો વર્ષોથી પવિત્ર માનવામાં આવે છે.
તેમને પોતાના પિતાજી પણ યાદ આવ્યા.
મારા પિતાને તો ગધેડા માટે પણ લાગણી થતી. તેઓ તેને જીવંત રાખવા માટે પોતાનું ખાણું પણ આપી દેતા. આ જીવનની એક ક્યારેય ન તૂટે તેવી કડી છે.
યુગપુરુષ
- ૭૨ -