________________
પોતાનો પ્રભાવ છોડ્યો અને તેમણે ક્યારેય આ સ્ત્રીઓ સાથે વાત કરતી વખતે મનમાં લગીરેય પૂર્વગ્રહ નહોતો રાખ્યો. તેમણે આ સ્ત્રીઓને પોતાની આંતરિક શક્તિ શોધવામાં મદદ કરી જેને પગલે તેમણે પોતાની અપમાનજનક જિંદગીને ત્યજીને નવી સાર્થક જિંદગી જીવવાની શરૂઆત કરી.
આ વેલી
વિહાર કરતા ચિત્રભાનુજી તેમના ગુરુ અને તેમના પિતાશ્રી (ડાબે)
ચિત્રભાનુજીએ બાર વર્ષથી વધારે સમય સુધી પોતાના ગુરુની સેવા કરી. તેમને માટે ગુરુ તેમની પ્રેરણા અને આંતરિક માર્ગદર્શન હતાં. તેમની સાથે સતત વિહાર કરીને એ વિચરતું જીવન પસાર કરતા. તેઓ દર વર્ષે ચોમાસાના ચાર મહિના એટલે કે ચતુર્માસ અલગ પસાર કરતા. ચિત્રભાનુજી મોટે ભાગે એકલા કાં તો તેમના પિતા સાથે ધ્યાન ધરવા ચાલી જતા. તેમણે પોતાની અંદરની છુપાયેલી શક્તિઓને ખોદી કાઢવાનું શરૂ કરી તેને આસપાસના માહોલ સાથે તેનો તંતુ જોડવાની શરૂઆત કરી હતી. લોકોને તેમની હાજરીમાં ઊંડી શાતામય ઊર્જાનો અનુભવ થતો. તેમનો અવાજ અને તેમના શબ્દો જાણે લોકો ૫૨ મલમનું કામ કરતા. એવા કેટલાય લોકો જે શરૂઆતનાં વર્ષોમાં ચિત્રભાનુજીને મળ્યા હતા તે માનતા હતા કે ચિત્રભાનુજીમાં
યુગપુરુષ
- ૬૦ -