________________
છેલ્લે તેમણે પોતાના પિતાને નિસરણી સુધી પહોંચાડ્યા અને પછી પોતે નિસરણી પરથી નીચે ઊતર્યા.
જે ક્ષણે ચિત્રભાનુજી જમીન પર પહોંચ્યા ત્યારે જ તે બેભાન થઈ ફસડાઈ પડ્યા. તેમને ઉપાશ્રય લઈ જવાયા. તેમને હાથે અને ખભે સોજા હતા. તેમની કમરમાં આકરી પીડા થઈ રહી હતી. ખબર પડી કે તેમની કરોડરજ્જુનો એક મણકો અચાનક આવેલાં વજનને કારણે તથા વાંકાચૂંકા થવાને કારણે ખસી ચૂક્યો હતો. તેમણે ઊંચકેલી એક સ્ત્રીનું વજન તો પોતાનાં વજન કરતાં પણ બમણું હતું. છ મહિનામાં ચિત્રભાનુજીની કમર કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા વિના સાજી થઈ ગઈ. તેમની કરોડરજ્જુની શસ્ત્રક્રિયા કરવાનું સૂચન કરનારા ડૉક્ટર્સ અચંબિત થઈ ગયા હતા. તેમના આમ અભુત રીતે સાજા થઈ જવા પાછળ તેમણે ધીરે ધીરે કરેલા સાદા હળવા યોગનાં આસનોનું સૌથી મોટું યોગદાન હતું. જોકે ત્યારે તેમના શરીરમાં એક ખોડ રહી ગઈ જે આજ સુધી છે. ચિત્રભાનુજી જયારે પણ જમણા હાથે લખે છે ત્યારે તેમનો હાથ સહેજ ધ્રૂજે છે, તેમાં કંપારી આવે છે.
૧૯૫૬ની સાલમાં આચાર્ય આનંદ સાગરસુરીજી તેમની અનંતયાત્રાએ ચાલ્યા. આ સમાચાર મળ્યા ત્યારે ચિત્રભાનુજી, તેમના પિતા અને અન્ય શિષ્યો ભાવનગરમાં હતા. સુરતથી આવેલા આ સમાચાર મુજબ ગુરુએ છેલ્લા ત્રણ દિવસથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. તેઓ ખૂબ ઓછા પ્રમાણમાં પ્રવાહી ખોરાક જ સ્વીકારતા. છેલ્લા ત્રણ દિવસથી તેઓ સ્થિર પદ્માસનમાં ધ્યાન ધરીને બેઠા હતા.
આ સમાચાર સાંભળીને ચિત્રભાનુજીને ઊંડો ખાલીપો તો વર્તાયો જ, પ્રાસકો પણ પડ્યો. તેમણે એ સત્ય તો સ્વીકાર્યું કે તેમના ગુરુનું વર્તમાન લક્ષ્ય પૂરું થયું હતું છતાં તેમને ઊંડી વેદના થઈ. ગુરુની આધ્યાત્મિક હાજરી સતત વર્તાતી હોવા છતાં તેમને ગુરુની શારીરિક હાજરીની ખૂબ ખોટ સાલી. સમયાંતરે આ ખાલીપાનું દર્દ ચાલ્યું ગયું. ગુરુદેવ પોતાની પહેલાંની ઘટમાળ શરૂ કરીને પોતાના દિવંગત ગુરુ સાથે શુદ્ધ આધ્યાત્મિક જોડાણનો અનુભવ કરવા માંડ્યા.
ચિત્રભાનુજી હવે ખૂબ જ વ્યસ્ત રહેવા માંડ્યા હતા. તેમને ઘણી વાર લાગતું કે તેમનો ઘણોબધો સમય વક્તવ્ય આપવામાં, લખવામાં અને વિવિધ સ્થળોએ ઉપદેશાત્મક વક્તવ્ય આપવા માટે જવું પડતું તેમાં ચાલ્યો જતો. આ બધી પ્રવૃત્તિઓ
યુગપુરુષ
- ૬૨ -